બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Rahul Gandhi will hold meetings in Rajkot and Amreli

ઈલેક્શન 2022 / ભરોસો V/S પરિવર્તનનું ચૂંટણી યુદ્ધ: PM મોદીની કોંગ્રેસના ગઢમાં ગર્જના, રાહુલ ભાજપના ગઢમાં ભરશે હુંકાર, જનતા સુધી કોનું ગજું વાગશે?

Dinesh

Last Updated: 06:51 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી બાદ હવે રાહુલ ગાંધી પણ ભાજપના ગઢ રાજકોટમાં તેમજ અમરેલીમાં સભાઓ ગજવશે

  • સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો મેળવવા રાજકીય પક્ષોની બાઝ નજર 
  • રાહુલ ગાંધી રાજકોટ અને અમરેલીમાં સભા ગજવશે
  • ધોરાજી, અમરેલી, બોટાદ બેઠક પર કોનો દબદબો રહ્યો? 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચારનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં PM મોદી જનસભા સંબોધી છે. સૌરાષ્ટ્ર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બાઝ નજર છે.

રાહુલ ગાંધી ભાજપનાં ગઢમાં ગજવશે સભા
સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ મજબુતાઈથી મહનેત કરી રહી છે. આજે PM મોદીએ જ્યાં જ્યાં સભાઓ ગજવી છે તે જિલ્લાઓમાં ભાજપને ક્યાંકને ક્યાંક ગત ચૂંટણીમાં નુકસાન થયો હતો. તેમજ જે જિલ્લામાં કોંગ્રેસને થયું હતુ તે જિલ્લામાં રાહુલ ગાંધી પ્રચાર માટે મેદાને ઉતરવાના છે. જેમાં ભાજપના ગઢ રાજકોટ અને અમરેલી કોંગ્રેસનો ગઢ જાળવી રાખવા માટે રાહુલ ગાંધી આ બે સ્થળોએ સભા ગજવશે.

ધોરાજી બેઠકનો ઈતિહાસ ચકાસો
ધોરાજી બેઠક પર વર્ષ 1962થી 1980 સુધી કોંગ્રેસો વિજય થયો હતો તેમજ ત્યાર બાદ 1990થી 2009 સુધી BJPની સત્તા રહી હતી. કોંગ્રેસ અને ભાજપ પછી 2009થી2012 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. વર્ષ 2013માં પેટા ચૂંટણી થઈ ફરી કમળ ખીલ્યું હતું. આ બેઠક પર વર્ષ 2017માં પાટીદાર ફેક્ટરની અસર થઈ અને કોંગ્રસના ઉમેદાવર લલિત કગથરા જીત્યા હતા.

અમરેલીમાં કોંગ્રેસનો દબદબો
2017માં અમરેલી જિલ્લાની પાંચે પાંચ બેઠકોએ કોંગ્રેસ મેળવી હતી પરંતું આ જિલ્લાની ધારી બેઠક પર જે વી કાકડીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા અને જેમાં પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના નિશાન પર જીત્યા હતા. એક બેઠક પક્ષપલટાના કારણે મળી હતી બાકી 4 બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. આ વખતે ભાજપે પોતાની રણનીતિમાં ફેરફાર કરી કેટલાક નવા ચહેરા મેદાને ઉતાર્યા છે. અમરેલી, લાઠી, સાવરકુડલા પર ભાજપે નવા ચહેરાઓને તક આપી છે. તેમજ અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને હરાવવુંએ ભાજપનો ધ્યેય પણ છે.  

સોમનાથ બેઠકનું વિશ્લેષણ
વરેવાળ બેઠક પર અંદાજે 2.62 લાખ મતદારો સાથે 52 જેટલા ગામોનું સમાવેશ થાય છે. જેમાં કોળી, મુસ્લિમ, ખારવા સમાજના મતદારો વધારે છે. આ બેઠક પર ભાજપ કે કોંગ્રેસનો કોઈ પણનો દબદબો રહ્યો નથી એકવાર ભાજપ તો બીજી ટર્મમાં કોંગ્રેસ આવે છે. 

ભાજપને બોટાદ પર ભરોસો!
બોટાદ જિલ્લાની બે વિધાસભા બેઠકની વાત કરવામાં આવે તો બોટાદ 107 બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે તો ગઢડા બેઠક ભાજપ અને કોંગ્રેસ વારફરતી જીતે છે. ગઢડા બેઠક પર અંદોજે 2,63,850 મતદારો છે. વર્ષ 1998માં કોંગ્રેસમાંથી પ્રવિણ મારૂ જીત્યા હતાં. ભાજપમાંથી બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણી મેદાને ઉતાર્યા છે તો ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંટિયાને મેદાને ઉતાર્યા છે જેઓ અગાઉ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. બોટાદ બેઠક પર મનહર પટેલને મેદાને ઉતાર્યા છે. તેમજ ગઢડા બેઠક પૂર્વ મંત્રી મોતીભાઈ ચાવડાના પુત્ર જગદીશ ચાવડાને ટિકિટ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ