રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલીઓને મળ્યા રાહુલ ગાંધી
અગાઉ કુલીઓએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા કરી હતી વ્યક્ત
Rahul Gandhi Meet Porters : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તે અહીંના રેલ્વે સ્ટેશન પર કામ કરતા કુલીઓને મળ્યા અને તેમની સાથે વાત કરી. રાહુલ ગાંધીએ કુલીઓને મળી તેમની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. આ સાથે કુલીઓને કામ કરતી વખતે તેમને પડતી મુશ્કેલીઓ વિશે પૂછ્યું હતું. રાહુલ ગાંધીએ કુલીઓને પડતી મુશ્કેલીના ઉકેલ અંગે તેમનો અભિપ્રાય લીધો હતો. નોંધનીય છે કે, કુલીઓએ ગયા મહિને કોંગ્રેસ નેતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ એવું માનવામાં આવે છે કે, રાહુલે તેમને મળવાનો પ્લાન બનાવ્યો હતો.
VIDEO | Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar Railway Station in Delhi, wears porter dress and badge. pic.twitter.com/wYqOGOmB2v
કોંગ્રેસના નેતા રેલવે સ્ટેશન પર સામાન ઉપાડતા જોવા મળ્યા હતા. રાહુલ રેલવે સ્ટેશન પર કુલીના યુનિફોર્મમાં એટલે કે લાલ કલરના કપડાંમાં જોવા મળ્યા હતા.
भारत जोड़ो यात्रा जारी है!
महात्मा गांधी के विचारों से प्रेरित होकर जननायक @RahulGandhi जी ने भारत जोड़ने की जो यात्रा शुरु की है उसका क़ाफ़िला आज दिल्ली के आनंद विहार रेलवे स्टेशन पहुँचा।
राहुल जी ने कुलियों के मन की बात सुनी, उनकी पीड़ा और परेशानियों को सुना और समझा।… pic.twitter.com/sDvlRYPVOF
કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે. આ યાત્રાના ભાગરૂપે આજે તેઓ આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ગયા મહિને કુલીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, તેઓ રાહુલ ગાંધીને મળવા અને તેમના વિચારો રજૂ કરવા માંગે છે. રેલવે સ્ટેશન પર કામ કરતા એક કુલીએ કહ્યું કે, રાહુલ ગાંધી 'સારા માણસ' છે. વીડિયોમાં સાંભળી શકાય છે, જેમાં તે કહી રહ્યા છે કે રાહુલ ગરીબોને મળે છે.