બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Rahul Gandhi Challenges Lower Court Order In Gujarat High Court

રાહત માટેનો પ્રયાસ / BIG NEWS : માનહાની કેસમાં સજા રદ કરાવવા ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યાં રાહુલ ગાંધી, ગુરુવારે સુનાવણી

Hiralal

Last Updated: 08:06 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનહાની કેસમાં સુરત કોર્ટના બે વર્ષના સજાના ચુકાદા સામે રાહુલ ગાંધીએ આજે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે.

  • સુરત કોર્ટના બે વર્ષની સજાના ચુકાદાને રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં પડકાર્યો
  • મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં સજા સામે કરી અપીલ
  • ગુરુવારે હાઈકોર્ટ રાહુલની અપીલ પર સુનાવણી કરી શકે
  • સુરત સેશન્સ કોર્ટે રાહુલની બે વર્ષની સજા યથાવત રાખી છે 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. 

રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણીની સંભાવના 
રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણી થવાની સંભાવના છે. 20 એપ્રિલે સુરત કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી.

20 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટે રાહુલની સજા યથાવત રાખી હતી 

23 માર્ચના રોજ, સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે એક ચૂંટણી રેલીમાં મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ ગાંધીને તેમની સામે દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ તેણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને તેના સજાના આદેશને પડકાર્યો હતો. રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા, પરંતુ તેમની સજા પર સ્ટે માટેની તેમની અરજી 20 એપ્રિલે નામંજૂર કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ