બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Raghu Sharma in charge of Gujarat Congress; Find out who is responsible and how

નિયુક્તિ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્મા; જાણો, કોણ છે અને કેવી છે જવાબદારી

Mehul

Last Updated: 11:50 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં સંજીવની ફૂંકવા રાજસ્થાન સરકારમાં આરોગ્યમંત્રી રહેલા રઘુ શર્માને ગુજરાત કોન્ગ્રેસના પ્રભારી કરાયા નિયુક્ત.

  • ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા 
  • રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રી છે શર્મા 
  • કોંગ્રેસને જડમૂળથી  ફેરફાર એ પહેલું લક્ષ્ય 

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં સંજીવની ફૂંકવા રાજસ્થાન સરકારમાં આરોગ્યમંત્રી રહેલા રઘુ શર્માને ગુજરાત કોન્ગ્રેસના પ્રભારી બનાવાયા છે. યાદ રહે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારીં રહેલા રાજીવ સાતવનું કોરોના સંક્રમણના કારણે માત્ર 47 વર્ષની વયે નિધન થયું હતું.ત્યારથી ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસના પ્રભારીનું પદ ખાલી હતું.રાજસ્થાનની કેક્જી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રઘુ શર્મા સચિન પાયલટ જૂથમાંથી મંત્રી બન્યા છે.અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના અત્યંત  નીક્ટવર્તી ગણાય છે.રઘુ શર્મા રાજસ્થાન કોંગ્રેસ નાં કદાવર નેતા હોવા સાથે રાહુલ ગાંધીના પણ વિશ્વાસુ છે. 

નવા પ્રભારી સામે પડકાર -ગુજરાત કોંગ્રેસ 

ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અત્યારે સારી નથી.લોકમાનસ પર એવી છાપ છે કે, કોંગ્રેસ પાસે કોઈ કદાવર નેતા નથી કે નથી કોઈ વક્તા. નિર્ણાયક મુદ્દાને વ્યાપક અસરકારકતાથી ઉઠાવી નથી શકતા.પરિણામે બધે રકાસ જોવા મળે છે. ગત વર્ષે વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કોન્ગ્રેસ એક પણ બેઠક જીતી ના શક્યો.અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ અને સુરતમાં મહાપાલિકામાં એક પણ બેઠક ના મળી. પાલિકા-પંચાયતમાં પણ ગ્રામીણ વિસ્તારમાં જે પ્રભુત્વ કોંગ્રેસનું હતું તે પણ ગુમાવી દીધું. પરિણામે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામાં ધરી દીધા. આ વચ્ચે,હાદિક પટેલને ગુજરાત કોન્ગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ પર નિમણૂક કરી. હવે જ્યારે વિધાન સભા 2022ની ચૂંટણી માટે 'રાત થોડીને વેશ ઝાઝા'જેવો ઘાટ છે ત્યારે, કોંગ્રેસ પાસે એક મોટા ચમત્કારથી કોઈ મોટી આશા ના રાખી શકાય.અને આ ચમત્કાર જન માનસ પર  સર્જવો પડે એ પડકાર રઘુ શર્માઝીલવો પડશે.

'શા માટે 'રાત થોડીને વેશ ઝાઝા' ? 

રાજ્યમાં ભાજપ મોવડી મંડળે આખી સરકારને ઉતારી મૂકી, નવા નક્કોર ચહેરા ઉતારી દઈ,નવું મંત્રી મંડળ બનાવી દીધું છે. એક ક્યાસ પ્રમાણે મોવડી મંડળ એ તાગ કાઢવા પ્રયાસ કરતુ હોય કે,પાંચ રાજ્યોની ચૂંટણી સાથે ગુજરાતમાં ચૂંટણી કરવી હોય તો જનમત કેટલો ? આ જ મુદ્દો આગળ લઇ,ગુજરાતના પાંચ કેન્દ્રીય મંત્રીને લઇ જન આશિર્વાદ યાત્રાનો તખતો ગોઠવાયો. યાત્રાની પૂર્ણાહૂતીનું રીપોર્ટ કાર્ડ પહોચતા જ આખી સરકાર બદલાઈ ગઈ. દરમિયાન ગાંધીનગર વિધાનસભાની ચૂંટણી નવી સરકારનો પહેલો 'લીટમસ ટેસ્ટ' હતો. ગાંધીનગરમાં વરસોથી કોંગ્રેસ નું પ્રભુત્વ અકબંધ હતું. જે ગત સપ્તાહે યોજાયેલી મહાનગર પાલિકા ચૂંટણીમાં કોન્ગ્રેસના ગઢના કાંગરા 'ય ખેરવી ગયા. મહાપાલિકાની 44 માંથી માંડ 1 બેઠક મળી. પરિણામે ભાજપનો આત્મવિશ્વાસ બુલંદી પર પહોચી ગયો

પ્રાણવાયુ ફૂંકવો  એ જ ચમત્કાર 

આ જ દૃષ્ટિકોણ થી વિચારો તો,ભાજપ ફેબ્રુઆરી-માર્ચ-એપ્રિલમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કરી શકે તેવી શક્યતા નકારી શકાય નથી. જો અચાનક આવી રીતે ચૂંટણી ગુજરાતમાં જાહેર થાય તો કોંગ્રેસ માટે 'રાત થોડી ને વેશ ઝાઝા'જેવો ઘાટ સર્જાશે.ગાંધીનગરે એ પણ દર્શાવી દીધું કે 'આપ'તેના 'માપ'થી વધારે વિસ્તરી શકે તેમ નથી. એટલે 'આપ'ને પણ ગુજરાતમાં જનાધાર ખેચવા લોહી-પાણી એક કરવા પડે તેમ છે. માત્ર મુદ્દા આધારિત રાજનીતિ અને નિવેદનીયા નેતાઓના જોરે લોક સિંહાસન પર બીરાજવું એ 'લોઢાનાં ચણા' ચાવવા જેવી બાબત છે. આ તમામ પાસાને ધ્યાને  લઈએ તો રઘુ શર્માએ, ખુદ એ ગુજરાત આવી લોહી-પાણી સીંચીને કોંગ્રેસ માટે એવી જડીબુટ્ટી તૈયાર કરવી પડશે કે જેની મહેક માત્રથી મૂર્છિત મતદારમાં નવા પ્રાણનો સંચાર થાય.અને તો જ ગુજરાતમાં કોંગ્રેસનો દમ-ખમ દર્શાય. જેવો કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ હતો.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ