Pushpa celebration is also famous in foreign countries! ICC shares viral video of match
મેં ઝુકેગા નહિ સાલા /
VIDEO: પુષ્પા સેલિબ્રેશન તો ફોરેનમાં પણ ફેમસ! ICC એ શેર કર્યો મેચનો વાયરલ વીડિયો
Team VTV12:58 PM, 11 May 22
| Updated: 01:01 PM, 11 May 22
દુબઈમાં રમાઈ રહેલ ફેયરબ્રેક ટુર્નામેન્ટમાં નેપાળની ખેલાડી સીતા રાણા એ પુષ્પા અંદાજમાં બે વાર કર્યું સેલિબ્રેશન, આ જોતા લાગે જ છે કે સાઉથ ફિલ્મ પુષ્પાનો ક્રેજ દુનિયાભરમાં જોરદાર ચડ્યો છે.
ICC એ શેર કર્યો સીતા રાણાનો વિડીયો
પુષ્પા સ્ટાઇલ ક્રિકેટ જગતમાં પણ ફેમસ
જાડેજા પણ કરી ચુક્યો છે આ સ્ટાઇલ
પુષ્પા પિક્ચરનો ક્રેજ દુનિયાભરમાં
સાઉથનાં સુપર સ્ટાર અલ્લુ અર્જુનની પિક્ચર પુષ્પાનો ક્રેજ દિન પ્રતિદિન ખુબ વધી રહ્યો છે અને ખાસ કરીને ક્રિકેટ જગતમાં તો ખુબ જ જોવા મળી રહ્યો છે. IPL 2022 માં રવીન્દ્ર જાડેજા અને ઓબેદ મેકકૉય એ પણ આ સ્ટાઇલ કરીને ફેનને ચોકાવી દીધા હતા અને હાલ દુબઈમાં ફેયરબ્રેક ઇન્વીટેશનલ ટુર્નામેચમાં પણ પુષ્પા ક્રેજ જોવા મળ્યો. અહિ પર નેપાળની ક્રિકેટર ખેલાડી સીતા રાણાએ મેચમાં વિકેટ લીધા પછી પુષ્પાની ફેમસ સ્ટાઇલ કરી હતી. ICC એ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે જે ખુબ ઝડપથી વાઈરલ થવા લાગ્યો. .
“It’s gone so far on social media."
Nepal’s Sita Rana Magar with the most popular celebration currently 😄
સીતા રાણાએ કરી પુષ્પા સ્ટાઇલ
આ મુકાબલામાં સીતા રાણા એ બે વાર પુષ્પા ફિલ્મની ફેમસ સ્ટાઇલ કરી હતી. આ મેચમાં સીતાએ ગેબી લુઇસને આઉટ કર્યા પછી પુષ્પા સ્ટાઇલ કરતા નજર આવે છે. આ પછી શુક્રવારે ટોર્નેડો વુમેન અને વોરીયર્સ વુમેનનાં મેચમાં પોતે સ્ટેડીયમમાં બેઠા બેઠા પુષ્પા સ્ટાઇલ કરતા નજરે ચડે છે. અને આ બધા સીન કેમેરામેન પોતાના કેમેરામાં શૂટ કરી લે છે.
ICC ની માન્યતા મળેલ છે
ફેયરબ્રેક ઇન્વીટેશનલ ટુર્નામેન્ટ એક મહિલા ટુર્નામેન્ટ છે જેમાં નવા ખેલાડીઓ સાથે અનુભવી ખેલાડીઓ રમે છે. આ મેચમાં આયરર્લેન્ડ નેપાળ અને થાઈલેન્ડનાં મહિલા ખેલાડીઓને રમવાનો મોકો મળે છે. આ મેચને ICC એ માન્યતા આપી છે અને આ મેચનું આયોજન 1 થી 15 મેં વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે.