બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Punjab CM Bhagwant Mann gets Z plus security

એવું તે શું બન્યું / કેન્દ્રનો નિર્ણય, પંજાબના CM ભગવંત માનને Z+ સિક્યુરીટી હેઠળ મૂક્યાં, જાણો તાબડતોબ કેમ આવું કરવું પડ્યું

Hiralal

Last Updated: 04:23 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ઝેડ પ્લસ કેટગરીની સુરક્ષા હેઠળ મૂકી દીધાં છે.

  • પંજાબના સીએમ ભગવંત માનને મળી ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા
  • કેન્દ્ર સરકારે આપ્યું સુરક્ષા કવચ
  • આઈબી હુમલાના એલર્ટ બાદ લેવાયો નિર્ણય 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ આપ્યું છે. મુખ્યમંત્રીને નાતે માનની સુરક્ષા વ્યવસ્થા કડક તો હતી પરંતુ હવે તેમની સિક્યુરીટી અતિ ટાઈટ થઈ છે. 

સીઆરપીએફના જવાનો પણ આપશે સુરક્ષા 
હવે ભગવંત માનની સુરક્ષા વ્યવસ્થા હેઠળ સીઆરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવશે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી આઇબીના અહેવાલ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા કેટેગરી આપવામાં આવી છે. સરહદી રાજ્ય હોવાથી પંજાબમાં ખાલિસ્તાની ગતિવિધિઓ વધી રહી છે તેમજ ગેંગવોર પણ થઈ રહ્યાં છે આથી કેન્દ્રીય ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓએ ભગવંત માનની સુરક્ષા વધારવાનું કેન્દ્ર સરકારને જણાવ્યું હતું જે પછી સરકારે આ નિર્ણય લીધો હતો. 

કેન્દ્રીય ગૃહમંત્રાલયે બહાર પાડ્યો આદેશ
ઉલ્લેખનીય છે કે ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક આદેશ બહાર પાડ્યો છે. 

55 સશસ્ત્ર જવાનોની સુરક્ષા ઘેરામાં રહેશે માન 
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સીઆરપીએફ ટૂંક સમયમાં ભગવંત માનને સુરક્ષા પૂરી પાડવાની કામગીરી સંભાળશે. તેના માટે કુલ 55 શસ્ત્ર જવાનો નક્કી કરવામાં આવ્યા છે. ઝેડ પ્લસ" સુરક્ષા કવચમાંમુખ્ય પ્રધાનના નિવાસસ્થાન અને તેમના પરિવારના સભ્યો પણ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ