બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / Proposal comes from Hollywood for Rahul Gandhi: Woman leader claims in flying kiss controversy

નિવેદન / રાહુલ ગાંધી માટે તો હોલીવુડથી આવે છે પ્રપોઝલ: ફલાઇંગ કિસ વિવાદમાં જુઓ કયા મહિલા નેતાએ કર્યો આવો દાવો

Priyakant

Last Updated: 09:05 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Flying Kiss Controversy News: વીડિયોમાં મહિલા નેતાએ કહ્યું કે, આ એ લોકો છે જે નફરત ફેલાવે છે. તેઓ ધર્મ, જાતિ અને હવે વર્તન પર નફરત ફેલાવે છે

  • રાહુલ ગાંધી ફ્લાઇંગ કિસ વિવાદમાં હવે RJD નેતાનું નિવેદન
  • રાહુલને હોલીવુડ અને બોલિવૂડમાંથી પ્રપોઝલ મળે છે: RJD નેતા
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને 'ફ્લાઈંગ કિસ' આપશે તે હાસ્યાસ્પદ: RJD નેતા

રાહુલ ગાંધી ફ્લાઇંગ કિસ વિવાદ: રાહુલ ગાંધી ફ્લાઇંગ કિસ વિવાદમાં હવે RJD નેતાનું પણ નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા સારિકા પાસવાને રાહુલ ગાંધીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, રાહુલને હોલીવુડ અને બોલિવૂડમાંથી પ્રપોઝલ મળે છે. તે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને 'ફ્લાઈંગ કિસ' આપશે તે હાસ્યાસ્પદ છે. 

આરજેડી નેતાએ રાહુલ ગાંધીના ફ્લાઈંગ કિસ વિવાદ પર આપવામાં આવેલ એક ઈન્ટરવ્યુ પોતાના ફેસબુક પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં મહિલા નેતાએ કહ્યું કે, સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસ પકડવાનું કોણે કહ્યું? શું તે ક્યારેય સાબિત કરી શકશે કે રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસ તેના માટે હતી? 

File Photo

વીડિયોમાં મહિલા નેતાએ કહ્યું કે, આ એ લોકો છે જે નફરત ફેલાવે છે. તેઓ ધર્મ, જાતિ અને હવે વર્તન પર નફરત ફેલાવે છે. બ્રિજભૂષણ સિંહ પર સવાલ ઉઠાવતા સારિકા પાસવાને કહ્યું, મહિલા ખેલાડીઓની છાતીને સ્પર્શ કરનાર બ્રિજભૂષણ સિંહનું શું? દલિત પુરુષ પર પેશાબ કરનાર બીજેપી નેતાનું શું?  

File Photo

નીતુ સિંહે પણ કર્યો છે રાહુલ ગાંધીનો બચાવ
સારિકા પાસવાન બિહારની બીજી મહિલા નેતા છે જેઓ આ વિવાદ પર રાહુલ ગાંધીની તરફેણમાં બોલ્યા છે. આ પહેલા કોંગ્રેસ નેતા નીતુ સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાસે મહિલાઓની કોઈ કમી નથી. જો રાહુલ ગાંધીને ફ્લાઈંગ કિસ આપવી હશે તો તે યુવતીને આપશે. શા માટે તે 50 વર્ષની મહિલાને ફ્લાઈંગ કિસ આપશે ?

સ્મૃતિ ઈરાનીએ શું કહ્યું હતું ? 
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીની 'ફ્લાઈંગ કિસ' મોટો મુદ્દો બની ગઈ હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે, માત્ર એક દુરૂપયોગી વ્યક્તિ જ આવી ચેષ્ટા કરી શકે છે. આ પછી 20થી વધુ મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી અને તેમને એક પત્ર સોંપ્યો હતો.

રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ 
આ તરફ રાહુલ ગાંધી સામે માંગ કરતાં પત્રમાં કહેવામાં આવ્યું છે કે, હું તમારું ધ્યાન ગૃહમાં કેરળના વાયનાડથી સંસદ સભ્ય રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ઘટના તરફ દોરવા માંગુ છું. અભદ્ર વર્તન કર્યું અને અયોગ્ય હરકતો કરી. અમે આવા વર્તન સામે કડક પગલાં લેવાની માંગ કરીએ છીએ. જેના કારણે ગૃહમાં મહિલા સભ્યોની ગરિમાનું અપમાન તો થયું જ છે પરંતુ તેમની બદનામી પણ થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ