બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Prime Minister Narendra Modi tweeted his congratulations on the launch of Chandrayaan-3

શુભકામના / અંતરીક્ષમાં નવો અધ્યાય.! ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ પેરિસથી PM મોદીએ આપી શુભેચ્છા, ટ્વિટ કરી જુઓ શું કહ્યું

Kishor

Last Updated: 06:35 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિશન ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ઇસરો અને તેમના વિજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે.

  • મિશન ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ રહ્યું
  • ચંદ્રયાન-3ને ચંદ્રમાની સપાટી પર ઉતરવામાં અંદાજે 50 દિવસનો સમય લાગશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી વિજ્ઞાનિકોને શુભકામના પાઠવી

હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી મિશન ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ રહ્યું છે. ઇસરોએ કહ્યું કે એલવીએમ-એમ4 ચંદ્રયાન-3ને પૃથ્વીની કક્ષામાં લઇને સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે. ત્યારબાદ ચંદ્રયાન-3એ લોન્ચ રોકેટથી અલગ થઇને ચંદ્રમા સુધી પોતાની યાત્રા શરૂ કરી દીધી. ચંદ્રયાન-3ને ચંદ્રમાની સપાટી પર ઉતરવામાં અંદાજે 50 દિવસનો સમય લાગશે. ઇસરોના જણાવ્યા પ્રમાણે 23 અથવા 24 ઓગસ્ટ સુધીમાં ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે છે. લોન્ચિંગ સફળ રહ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ઇસરો અને તેમના વિજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે. આ સિવાય રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી, ભાજપાના અધ્યક્ષ જેપી નડ્ડા અને લોકસભા સ્પીકરે પણ ઇસરોને શુભકામના પાઠવી હતી. 

વિજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3એ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. આ દરેક ભારતીયના સપના અને મહત્વકાંક્ષાઓને ઉપર લઇ જઇ નવી ઉડાન ભરી છે. આ મહત્વપૂર્ણ ઉપલબ્ધી આપણા વિજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.

તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારતે અંતરિક્ષ અન્વેષણમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું. ઇસરોની ટીમ અને તમામ લોકોને બધાઇ જેઓએ આ ઉપલબ્ધીને પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનત કરી. આ અંતરિક્ષ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં પ્રગતિના પ્રત્યે દેશના અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. મિશન સફળતા માટે મારી શુભકામનાઓ.

અમિત શાહે પણ પાઠવી શુભકામનાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતે આજે ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની સાથે પોતાની ઐતિહાસિક અંતરિક્ષ યાત્રા શરૂ કરી, ઇસરોને મારા તરફથી હાર્દિક બધાઇ, એ વિજ્ઞાનિકો જેમની અથાગ શોધે આજે ભારતને અનેક પેઢી સુધી એક નોંધનીય અંતરિક્ષ યાત્રાની પટકથા લખવાના પથ પર આગળ ધપાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ