price of gold decreased today rate of silver also broke know latest price update of your city before buying
તમારા કામનું /
સોના- ચાંદીના ભાવમાં ઘટાડો, ખરીદતા પહેલા જાણો શું છે સ્થિતિ
Team VTV11:21 AM, 18 Jan 22
| Updated: 11:23 AM, 18 Jan 22
મંગળવારે MCX પર કિંમતી ધાતુઓ સોના અને ચાંદીની કિંમત પર તેજીથી બ્રેક લાગી ગઈ.
સોનાની કિંમતમાં આજે 0.04 ટકા ઘટાડો આવ્યો
10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ઓછી થઈ 47, 900 રુપિયા થઈ
ચાંદી 0.28 ટકા તૂટીને 61, 723 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવ્યું
સોનાની કિંમતમાં આજે 0.04 ટકા ઘટાડો આવ્યો
જો તમે આજે ઘરેણા ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો તમારા માટે આજના ભાવ બહું મહત્વના છે. સોનાની કિંમતમાં આજે 0.04 ટકા ઘટાડો આવ્યો છે. આ સાથે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ઓછી થઈ 47, 900 રુપિયા પર આવી ગઈ છે. આ સાથે ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. ચાંદીના ભાવમા મંગળવારે 0.28 ટકા તૂટીને 61, 723 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે.
આ રીતે જાણો સોનાની શુદ્ધતા
ઉલ્લેખનીય છે કે ઉત્પાદન કર, રાજ્ય કર અને મેકિંગ ચાર્જના કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત અલગ-અલગ હોય છે. જ્વેલરી બનાવવા માટે મોટા ભાગે 22 કેરેટનો ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનાનો ઉપયોગ કરે છે. આભૂષણ પર કેરેટના હિસાબે હોલ માર્ક બને છે. 24 કેરેટ સોનાના આભૂષણો પર 999 લખાય છે. જ્યારે 23 કેરેટ પર 958 , 22 કેરેટ પર 916, તો 21 કેરેટ પર 875 તથા 18 કેરેટ પર 750 લખાય છે.
મિસ કોલ કરી આ રીતે જાણો સોનાના ભાવ
ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.