બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / president election date was announced by Election commission

દિલ્હી / BIG NEWS : ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર : 18 જુલાઈએ મતદાન, 21મીએ પરિણામ

Hiralal

Last Updated: 03:35 PM, 9 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે.

  • દેશમાં 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત 
  • 18 જુલાઈએ યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી
  • 21 જુલાઈએ થશે મતગણના 
  • 30 જુને નામાંકની ચકાસણી
  • 2 જુલાઈએ નામાંકન પાછા ખેંચી શકાશે
  • 776 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે  મતદાન
  • 25 જુલાઈ સુધીમાં નવા રાષ્ટ્રપતિએ લઈ લેશે શપથ

કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા એવું જણાવ્યું કે 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે. 

વોટિંગ અને મતગણતરી વખતે કોરોનાના નિયમોનું પાલન 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીના વોટિંગ અને મતગણતરી દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. 

કોઈ રાજકીય પક્ષના વ્હીપને મંજૂરી નહીં
રાજીવ કુમારે એવું પણ કહ્યું કે ચૂંટણી માટે કોઈ પણ રાજકીય પક્ષના વ્હીપની મંજૂરી નહીં આપવામાં આવે. 
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 776 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે  મતદાન
મુખ્ય ચૂટંણી કમિશનર રાજીવ કુમારે એવું પણ કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે અને કોણ ન કરી શકે 
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને મત આપવાનો અધિકાર નથી.જો કોઈ રાજ્યના મુખ્યમંત્રી વિધાન પરિષદના સભ્ય હોય તો તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્ય સમાન મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરે છે. તેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો પણ સામેલ છે.

2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો શું આવ્યા હતા ?

છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. 20 જુલાઈએ મતગણતરી પૂર્ણ થઈ હતી જેમાં રામનાથ કોવિંદને તેમના નજીકના હરીફ મીરા કુમારને 3 લાખ 34 હજાર 430 મતોથી હરાવીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ