બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Pramukh Swami Shatabdi Mohotsav will start from today

રૂડો અવસર / માત્ર રૂ.20માં જમવાની વ્યવસ્થા, રજીસ્ટ્રેશન વગર એન્ટ્રી: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની આ વાતો ખાસ જાણવા જેવી

Malay

Last Updated: 04:46 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી અમદાવાદના આંગણે રૂડો અવસર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જો તમે પણ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જવાનું વિચારી રહ્યા છો તો લેખ ખાસ તમારા માટે જ છે

 

  • આજથી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો થશે પ્રારંભ
  • ભારત અને વિદેશોમાંથી લાખો લોકો ઊમટશે
  • 600 એકરમાં વિકસાવવામાં આવ્યું છે પ્રમુખસ્વામી મહારાજ નગર
  • પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી હજાર સ્વયંસેવકો ખડે પગે રહેશે
  • વિવિધ કાર્યક્રમોથી 30 દિવસ સુધી સભામંડપો ગુંજતા રહેશે

અમદાવાદના ઓગણજ ખાતે આજથી એટલે કે 14મી ડિસેમ્બરથી પૂજ્ય પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રારંભ થઈ રહ્યો છે. એક મહિના સુધી ચાલનારા મહોત્સવમાં લાખો હરિભક્તો ઉમટવાના છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એક એક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. 

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું PM મોદીના હસ્તે થઈ શકે ઉદ્ધાટન,  ભવ્યાતિભવ્ય આયોજન જોઈ આંખો પહોળી થઈ જશે | Pramukh Swami Shatabdi Mohotsav  may be inaugurated by PM Modi

ઊભા કરવામાં આવ્યા છે 7 પ્રવેશ દ્વાર
સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે ઉભા કરવામાં આવેલા સ્વામિનારાયણનગરમાં બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે તેવી રચનાઓ કરવામાં આવશે. પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેના સાત પ્રવેશ દ્વાર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે. જ્યારે બાકીના છ પ્રવેશ દ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. 

દરેકને મળશે નિઃશુલ્ક પ્રવેશ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સમય અને ફી વિશે વાત કરીએ તો આ મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમ્યાન સૌ કોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ભક્તો દરરોજ કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન વિના દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી લાભ લઈ શકે છે અને રવિવારે તો સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી  મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો | Pramukh Swami Shatabdi Mahotsav will  be ...

ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
અહીં ભોજનથી લઈને ભજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. અહીં જુદા-જુદા સ્થળે 30 પ્રેમવતી ઉભી કરવામાં આવી છે. પ્રેમવતીમાં સસ્તા દરે નાસ્તા સહિતની વસ્તુઓ મળશે. જેનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. ખાણી પીણીમાં પરોઠા-શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પોપકોર્ન, આઈસક્રીમ, અલગ અલગ જાતના કોલ્ડડ્રિંક્સ ફક્ત 20 રૂપિયામાં મળશે. નમકીનના પેકેટ માત્ર 10 રૂપિયામાં ઉપલબ્ધ થશે. મહારાજ નગરના પ્રત્યેક વિભાગની સ્વચ્છતા માટે વિવિધ પ્રકારની સ્વચ્છતા-મશીનરીઓ સાથે અઢી હજાર સ્વયંસેવકો સજ્જ છે. મહોત્વ સ્થળે 125થી વધુ વોશરૂમના પાકા બ્લોક્સ બનાવાયા છે. 

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો  શતાબ્દી મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો | Pramukh Swami Shatabdi  Mahotsav will be ...

પાર્કિંગની કરાઈ છે અદભૂત વ્યવસ્થા 
પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ માટે અહીં સ્વયંસેવકો દ્વારા વાહન પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવનારા લોકો માટે દરેક પ્રવેશ દ્વાર પાસે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વાહન પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં નહીં આવે. આ માટે એક એપ પણ તૈયાર કરાઈ છે.  Psm100 એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે. જેમાં એક QR કોડ સ્કેન કરતા પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી પણ એપ દ્વારા મળી જશે. તેની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. 

હરિભક્તોના રહેવાની પણ કરાઇ છે વ્યવસ્થા
પ્રમુખસ્વામી નગરમાં હરિભક્તોના રહેવા માટે બિલ્ડરો તરફથી પણ મકાનો આપીને સેવા કરી છે. બહારગામથી આવતા હરિભક્તોને આ મકાનોમાં 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. આ માટે નોંધણી ફરજિયાત છે. 

અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો  શતાબ્દી મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો | Pramukh Swami Shatabdi  Mahotsav will be ...

ક્યા દિવસે ક્યા કાર્યક્રમ યોજાશે
- એક મહિના સુધી દરરોજ સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. સાથે 5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાશે.
- આજે એટલે કે 14મી ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કરવામાં આવશે. દરરોજ સાંજે 5 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી નારાયણ સભાગૃહમાં વિવિધ વિષયક સભાકાર્યક્રમો યોજાશે.
- આવતીકાલે એટલે કે 15મી ડિસેમ્બરે અમિત શાહનું આગમન, ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ થશે. 
- 16મી ડિસેમ્બરે સંસ્કૃતિ દિવસની ઉજવણી કરાશે.
- 17મી ડિસેમ્બરે પરાભક્તિ દિનની ઉજવણી.
- 18-19 ડિસમ્બરે  મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ યોજાશે, ગુરુભક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. 
- 20 ડિસેમ્બરે સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ મંચ પરથી એકતાનો સંદેશ આપશે.
- 21-22 ડિસેમ્બરે સમરસતા અને આદિવાસી ગૌરવ દિન. આ દિવસે શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે. 
- 23 ડિસેમ્બરે અધ્યાત્મ અને આરોગ્ય દિન
- 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન
- 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંત સંમેલન
- 26 ડિસેમ્બરે સ્વામિનારાયણ સંત સાહિત્ય-લોક સાહિત્ય દિન
- 27 ડિસેમ્બરે વિચરણ-સ્મૃતિ દિન
- 28 ડિસેમ્બરે સેવા દિન 
- 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
- 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
- 31 ડિસેમ્બરે તત્વજ્ઞાન સમારોહ
- 1 જાન્યુઆરીએ બાળ-યુવા કિર્તન આરાધના
- 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
- 3-4 જાન્યુઆરીએ દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
- 5 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમ
- 6 જાન્યુઆરીએ અખાતી દેશના વડા-રાજાઓની ઉપસ્થિતિ
- 7 જાન્યુઆરીએ નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 8 જાન્યુઆરીએ યુ.કે યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 9 જાન્યુઆરીએ આફ્રિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
- 10 જાન્યુઆરીએ મહિલા દિન - 2
- 11 જાન્યુઆરીએ  BAPS એશિયા પેસિફિક દિવ 
- 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
- 13 જાન્યુઆરીએ કિર્તન આરાધના
- 14  જાન્યુઆરી શતાબ્દી મહોત્વની પૂર્ણાહૂતિ સમારોહ


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ