બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ભારત / pragya thakur on not getting ticket from bhopal said i think pm modi dont liked my words

Loksabha Election 2024 / 'કદાચ મોદીજીને મારા શબ્દો નહીં ગમ્યાં હોય' ભાજપે ટિકિટ કાપતાં બોલ્યાં સાધ્વી પ્રજ્ઞા

Hiralal

Last Updated: 06:34 PM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલથી ટિકિટ કપાયાં બાદ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન સામે આવ્યું છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની પ્રથમ યાદીમાં ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે જેમાં ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો પણ સમાવેશ થાય છે. તેમની જગ્યાએ આ વખતે આલોક શર્માને તક આપવામાં આવી છે. પ્રજ્ઞા ઠાકુરને જ્યારે ટિકિટ કપાવવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, મેં કેટલાક શબ્દો કહ્યા હશે જે કદાચ મોદીજીને પસંદ નહીં આવ્યાં હોય. કોને ટિકિટ આપવી અને કોને નહીં તે સંગઠનનો નિર્ણય છે. આવામાં ટિકિટ કેમ કપાઈ અને કેવી રીતે કપાઈ તેનો વિચાર જ ન કરવો જોઈએ. "મેં અગાઉ પણ ટિકિટ માંગી નહોતી અને અત્યારે પણ માગી નથી. 

હાલના 34 સાંસદોની ટિકિટ કપાઈ 
ગઈકાલે ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં 34 વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. પ્રજ્ઞા ઠાકુરની ટિકિટ કપાવાની અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુરના વિવાદિત નિવેદનોથી પાર્ટી નેતૃત્વ નાખુશ છે. આવી સ્થિતિમાં તેમની ટિકિટ પર કાતર ચાલવાની શક્યતા સૌથી વધુ હતી.

ગોડસેને દેશભક્ત કહેવાથી પીએમ મોદી થયા હતા ગુસ્સે 
ઘણીવાર વિવાદિત નિવેદનો આપીને ટીકાથી ઘેરાયેલા પ્રજ્ઞા ઠાકુરે એક નિવેદન આપ્યું હતું જેની પીએમ મોદીએ પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમને ક્યારેય માફ નહીં કરી શકે. વાસ્તવમાં તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને સાચા દેશભક્ત ગણાવ્યા હતા. તેમના આ નિવેદનની વિપક્ષની સાથે સાથે પાર્ટીની અંદર પણ ઘણી ટીકા થઈ હતી. પીએમ મોદીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભલે તેમણે માફી માંગી લીધી હોય, પરંતુ તેઓ તેમને ક્યારેય માફ નહીં કરી શકે.

2019માં ભોપાલથી દિગ્વિજય સિંહને મોટા અંતરથી હરાવ્યા હતા
2019ની ચૂંટણીમાં સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં કોંગ્રેસના મજબૂત નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને મોટા અંતરથી હરાવ્યા હતા. ત્યાર બાદ તે ઘણી વખત વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ