બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Politics of Rajkot came into discussion once again

રાજનીતિ / 'સાચા કદ મુજબ વેતરાય છે..' રાજકોટ-ભાજપના આંતરિક જુથવાદમાં કવિતા કાંડ, કોંગ્રેસ નેતાએ કરી ટાંકી ટાંકીને વાત

Kishor

Last Updated: 11:16 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિશ્રમી અને સનિષ્ઠ કાર્યકર્તાઓને હોદ્દાને બદલે ગોડફાધરોની પ્રશંસા કરે તેવા લોકોને હોદ્દા મળતા હોવાના ઉલ્લેખ સાથે વધુ એક કવિતા વાયરલ થતા રાજકોટનું રાજકારણ ગરમાયુ છે.

  • રાજકોટ-શહેર ભાજપમાં જુથવાદ ચરમસીમા પર
  • વધુ એક કવિતાકાંડ આવ્યું સામે
  •  RMCના હોદ્દેદારોની નિમણૂક બાદ પત્રિકા થઇ વાયરલ

રાજકોટ-શહેર ભાજપમાં જુથવાદ ચરમસીમા પર. હોવાની અનેક ચર્ચા વચ્ચે ભાજપનો વધુ એક કવિતાકાંડ સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર પંથકનું રાજકારણ ગરમાયુ છે. વધુ એક પત્રિકા થઇ વાયરલ થઈ છે. તાજેતરમાં RMCના મેયર, ડે. મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક બાદ પત્રિકા વાયરલ થઈ છે.

પરિશ્રમ અને સનિષ્ઠ કાર્યકર્તાઓને હોદ્દાને બદલે ગોડફાધરોની પ્રશંસા કરે તેવા લોકોને હોદ્દા મળતા હોવાનો કવિતામાં ઉલ્લેખ કરાતા ચર્ચા જાગી છે. છેલ્લા ૧૫ દિવસમાં જીહજુરીયા કરતા અને જન્મદિવસ પર ફોટા મૂકવા અને મોટા આકાઓને હાથ જોડતા લોકોને હોદ્દા મળતા હોવાના આરોપ લાગ્યા છે. પ્રજાના કામ કરવાને બદલે નેતાઓના કાર્યાલયમાં બેસતા લોકોને હોદ્દા મળે છે. ભાજપના દિનદયાળ ઉપાધ્યાયના સિદ્ધાંતોનું પાલન ન થતું હોવાનો વસવસો વ્યક્ત કર્યો છે. 

રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ આપી પ્રતિક્રિયા
શહેર પ્રમુખ મુકેશ દોશીએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે ભાજપ મોટો પરિવાર છે કાર્યકરને દુ:ખ થયુ હોય તો અમારે સાંભળવું પડે. અમારી પાસે ન આવવા માગતા હોય તો પ્રદેશ મવડી મંડળને મળી શકે. કવિતા વાઈરલ થાય છે તે વ્યાજબી નથી, મતભેદ હોય શકે મનભેદ ના હોવો જોઈએ તેમ અંતમાં મુકેશ દોશીએ કહ્યું હતું. સાથે એવો પણ દાવો કર્યો હતો કે રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી અને કોઈ કાર્યકર્તાને સ્થાન ન મળ્યુ હોય તો તેમને પાર્ટીને વાત કરવી જોઈએ.

 
કોંગ્રેસ નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી

બીજી બાજુ આ કવિતાકાંડને લઈને કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું છે. મહેશ રાજપુતે કહ્યું છે કે ભાજપમાં વફાદાર કાર્યકરોની અવગણના થતી હોવાથી રોષ એ આવકારદાયક બાબત છે. વધુમાં કોંગ્રેસ મુક્ત ભારતના નારા આગળ ધરીને હાલ કોંગ્રેસયુક્ત ભાજપ થઈ ગયું હોવાથી કાર્યકરોની આવગણના થઇ છે. પાર્ટીને વફાદાર અને લોકો જેને ચાહે તેવા નેતાને હોદા મળવા જોઈએ નહિ કે વ્યક્તિને વફાદાર હોય તેવા લોકોને ! તેમ અંતમાં કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ