બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / PM Narendra Modi Video Message 5 April Lighting dont do thali mistake corona lock down

અપીલ / PM મોદીએ કહ્યું આ રવિવારે થાળી-તાળી જેવી ભૂલ ન કરી બેસતા

Bhushita

Last Updated: 01:42 PM, 3 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ ચેતવણી આપતાં કહ્યું કે 5 એપ્રિલની રાતે 9 વાગે ક્યાંય ભેગા થવાનું નથી. ન રસ્તા પર, ન ગલીઓમાં અને ન મહોલ્લામાં. ફક્ત પોતાના ઘરના દરવાજા કે બાલકનીમાંથી જ દીવો, મીણબત્તી કે ટોર્ચનો પ્રકાશ કરવાનો છે.

  • કોરોના સંકટ પર PM મોદીને વીડિયો સંદેશ
  • લોકોને સોશ્યલ નેટવર્કિંગ જાળવી રાખવાની અપીલ
  • 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મિનિટ સુધી અંધકારમાં પ્રકાશ પાથરવાની કરી અપીલ

કોરોના સામે જંગ લડી રહેલા દેશને 5 એપ્રિલે સામૂહિક શક્તિ દેખાડવાની અપીલ PM મોદીએ કરી છે. આ સમયે દેશને રોશન કરવો અને 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાની અપીલ કરી છે.

વીડિયો સંદેશમાં એકતાને આપ્યું મહત્વ

વીડિયો સંદેશમાં PM મોદીએ કહ્યું કે 5 એપ્રિલની રાતે 9 વાગે ઘરની બધી લાઈટ બંધ કરીને ઘરના દરવાજા પર કે બાલકનીમાં ઊભા રહીને 9 મિનિટ માટે મીણબત્તી, દીવો કે ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. ચારેતરફ જ્યારે દરેક વ્યક્તિ એક દીવો પ્રગટાવશે ત્યારે મહાશક્તિનો અહેસાસ થશે. દેશમાં એક જ હેતુ સાથે આપણે બધા લડીશું. 

નથી પાર કરવાની લક્ષ્મણ રેખા

પીએમ મોદીએ ચેતવણી આપી કે મારી એક અન્ય પ્રાર્થના છે કે આ આયોજનમાં તમારે કોઈએ પણ ક્યાંય એકઠા થવાનું નથી. ન રસ્તામાં, ન ગલીઓમાં, ન મહોલ્લામાં. તમારે તમારા ઘરની બાલકનીમાં, દરવાજા પર ઊભા રહેવાનું છે. સોશ્યલ ડિસ્ટન્સિંગની સીમા પાર કરવાની નથી. આ જ કોરોના સામે લડવાનો રામબાણ ઉપાય છે. 

આપણામાંથી કોઈ એકલું નથી

PM મોદીએ કહ્યું કે આ વૈશ્વિક મહામારીના સમયે દેશવ્યાપી લૉકડાઉનને આજે 9 દિવસ થયા છે. આ સમયે જે પ્રકારે અનુશાસન અને સેવાનો પરિચય દેખાયો છે તે અભૂતપૂર્વ છે. શાસન પ્રશાસન અને જનતાની સ્થિતિને સારી રીતે સંભાળવાનો પ્રયાસ કર્યો છે. આપણે આપણા ઘરમા છીએ પણ કોઈ એકલું નથી. 

કોરોનાને હરાવવો છે

PM મોદીએ કહ્યું કે આપણે નિરંતર પ્રકાશ તરફ જવાનું છે. જે કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે, તે આપણા ગરીબો છે. તેમને મળેલી નિરાશામાંથી તેમને આશા તરફ લઈ જવાના છે. કોરોનાથી જે અંધકાર અને અનિશ્ચિતતા સર્જાઈ છે તેને અજવાળામાં ફેરવવાની છે. આ પ્રકાશને ચારેતરફ ફેલાવવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ