બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi will visit Gujarat for two days from today Surat Bhavnagar and Awad will be present at the events

વતનમાં વડાપ્રધાન / PM મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે : સુરત, ભાવનગર અને અ'વાદના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

Kishor

Last Updated: 12:27 AM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની તથા સુરત,ભાવનગર ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

  • PM મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે
  • સુરત,ભાવનગર અને અમદાવાદના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
  • અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં આપશે હાજરી

આજથી PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જે દરમિયાન નરેન્દ્ર મોદી સુરત,ભાવનગર અને અમદાવાદના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી મોદીનું સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે. જ્યાં PM મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે. સુરતમાં મોદી 109 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ICCC સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. જે દેશનું સૌથી મોટું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર હશે. શહેરમાં લગાવેલા 3 હજારથી વધુ સીસીટીવી કેમેરા થકી અહીંથી નજર રાખી શકાશે અને શહેરમાં થતી તમામ ગતિવિધિઓ પર પણ બાજ નજર રાખી શકશે.

એટલું જ નહિ હવામાન અંગે પણ આ સેન્ટરથી અપડેટ રાખી શકશે. આ ICCC સેન્ટરમાં પાલિકાની તમામ બાબતો અંગે રિસ્પોન્સ ટિમ ગોઠવાઈ છે. જે નાગરિકોને પડતી મુશ્કેલી કે ઇમરજન્સીના સમયે કવીક રિસ્પોન્સ મળશે.વધુમાં આગ લાગવાની, અકસ્માતની કે ટ્રાફિક જામની સમસ્યા અંગે જાણી શકાશે.

ભાવનગરમાં PM મોદી રોડ શો યોજી સભાને સંબોધશે
વધુમાં સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે. જ્યાં ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી રોડ શો યોજી સભાને સંબોધશે. ત્યારબાદ ભાવગનરમાં 1 હજાર 900 કરોડના ખર્ચે તૈયાર થનાર વિશ્વના પ્રથમ એવા CNG ટર્મિનલનો પણ શિલાન્યાસ કરવામાં આવશે. સભાના સ્થળ એવાં જવાહર મેદાન ખાતે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવાં માટે કુલ ૮ લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્યો છે. જેમાં ૬,૫૦,૦૦૦ ફૂટનો મુખ્ય જર્મન ડોમ અને તેની બાજુની બંને સાઇડમાં કુલઃ ૧,૫૦,૦૦૦ ચો.ફુટમાં બીજા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી વડાપ્રધાન રોકાણ કરશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ જવા રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે
અમદાવાદમાં નેશનલ ગેમ્સનો સાંજે 7 વાગ્યે દેશના સૌથી મોટા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં પીએમ મોદી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપશે. જે દરમિયાન સ્ટેડિયમમાં 5 હજારથી વધુ ખેલાડીઓ માર્ચ પાસ્ટ કરતા નજરે પડશે. આજથી 100 દિવસ પહેલા મુખ્યમંત્રીએ ઇન્ડિયન ઓલમ્પિક એસોસીએશન ગુજરાતને હોસ્ટ સ્ટેટ બનવા પત્ર લખ્યો હતો. અને એક ચેલેન્જ સ્વીકાર્યુ હતું અને 100 દિવસમાંએ ચેલેન્જ પૂર્ણ કર્યુ છે. દેશમાં અનેક સ્થળે આયોજન થયું પણ ગુજરાતમાં કેટલું ઝડપી આયોજન કર્યું છે તે દરેક લોકો સામે છે.

2002 થી મોદીએ આ સફર શરૂ કરી 2022 સુધી જે વિકાસ કાર્યો થયા તેના કારણે આ શક્ય બન્યું છે. ગુજરાતમાં નેશનલ ગેમ્સ રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં રમાવવા જઈ રહી છે. તેમજ રાત્રે 9 વાગ્યે  GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં  હાજરી આપી અને રાત્રીરોકાણ રાજભવનમાં કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ