બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi was mesmerized by the sweet voice of his daughter

VIDEO / દીકરીના મધુર સ્વરથી મંત્રમુગ્ધ થયા PM મોદી, સ્ટેજ પરથી બોલાવીને કર્યું સન્માન, જુઓ વીડિયો

Kishor

Last Updated: 09:11 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોંગલના તહેવારની ઉજવણી કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પહોચ્યા હતા, જ્યાં તેઓએ અનેક કર્યક્રમાં હાજરી આપી હતો.

  • પોંગલના તહેવારની ઉજવણી કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પહોચ્યા
  • 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' પોંગલનો સંદેશ છે: મોદી
  • ગાયકનું કર્યું અદ્કેરું સન્માન

દેશભરમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. ત્યારે આ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સહભાગી થયા હતા તેઓ દિલ્હીમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ મુરુગનના ઘરે પહોંચ્યા હતા. નોંધનીય છે કે ઉત્તરાયણએ મુખ્યત્વે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં ઉજવવામાં આવે છે, આ પર્વને પીએમ મોદીએ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો સંદેશ આપતો તહેવાર ગણાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન એલ મુરુગનના  નિવાસસ્થાને ગયા હતા. આ વેળાએ તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન પણ હાજર હતા.પીએમ મોદીનો પોંગલ પર ધાર્મિક વિધિ કરવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો હતો.

 

ઉતરાયણના આયોજન વેળાએ મંત્રી એલ મુરુગનના ઘરે ફંક્શનમાં એક છોકરીએ કર્ણ પ્રિય સુર રેલાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગાયન બાદ જ્યારે બાળકી સ્ટેજ પરથી નીચે આવી ત્યારે તે પીએમ મોદીના પગને સ્પર્શ કર્યો હતો. આ વેળાએ પીએમ મોદીએ બાળકીને શાલ ઓઢાડી આશીર્વાદ આપ્યા હતાં. જ્યારે છોકરી પર્ફોમ કરી રહી હતી. ત્યારે પીએમ મોદીએ તાળીઓ પાડી હતી.

આ ઉત્સવમાં ભાગ લેવા માટે પરંપરાગત દક્ષિણ ભારતીય ડ્રેસમાં સજ્જ, ધાર્મિક વિધિઓ અને બાળકને આશીર્વાદ આપતા પહેલા, પીએમ મોદીએ દેશવાસીઓને તહેવારની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું હતું કે પોંગલના પવિત્ર દિવસે દરેક ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ