બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / PM Modi to launch India's first local aircraft carrier INS Vikrant today

ઐતિહાસિક ક્ષણ / દેશને આજે મળશે પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrant, PM મોદી આપશે લીલીઝંડી, જાણો ખાસિયતો

Dhruv

Last Updated: 08:10 AM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતને મળશે પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrant કે જેનું ખુદ PM મોદી ઉદ્ઘાટન કરશે.

  • દેશને આજે મળશે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત
  • ભારત છઠ્ઠો સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવનાર દેશ
  • 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે આ એરક્રાફ્ટ કેરિયર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોચીમાં દેશનું પ્રથમ શક્તિશાળી સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત ભારતીય નૌકાદળને સોંપશે. આ એરક્રાફ્ટ કેરિયરના આગમનથી દેશની દરિયાઈ સરહદો સુરક્ષિત થઈ જશે.

વિશ્વના દસ સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજોમાં છે સામેલ

એરક્રાફ્ટ કેરિયર એટલે સમુદ્રમાં તરતું એરફોર્સ સ્ટેશન કે જ્યાંથી ફાઈટર જેટ, મિસાઈલ, ડ્રોન ઉડીને દુશ્મનના ભુક્કા બોલાવી શકે છે.  તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે INS વિક્રાંત વિશ્વના દસ સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજોમાં સામેલ છે.

મહત્વનું છે કે, ભારત પહેલા માત્ર પાંચ દેશોએ 40 હજાર ટનથી વધુ વજનનું એરક્રાફ્ટ કેરિયર બનાવ્યું છે. INS વિક્રાંતનું વજન 45 હજાર ટન છે. તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રાંતને 100થી વધુ MSME દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે અને તેમાં અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ છે.

20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે આ એરક્રાફ્ટ કેરિયર 

આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ કેરિયરે ગયા મહિને દરિયાઈ પરીક્ષણનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ નૌકાદળના નાયબ વડાએ કહ્યું કે, INS વિક્રાંત માટે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપકરણો બનાવવામાં આવ્યા છે. આ માટે અંબાલા, દમણ, કોલકાતા, જલંધર, કોટા, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં પણ સાધનો બનાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, INS વિક્રાંત માટે 2500 કિમી લાંબી ઇલેક્ટ્રિકલ કેબલ ભારતમાં બનાવવામાં આવી છે.

જાણો શું છે INS વિક્રાંતની વિશેષતાઓ ? 

જો તમે INS વિક્રાંતની વિશેષતા પર નજર નાખો તો તે સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 60 મીટર છે. તેના વજનની વાત કરીએ તો તે 45 હજાર ટન વજનનું જહાજ છે. INS વિક્રાંત એકસાથે 30 ફાઈટર પ્લેન ચલાવવા માટે સક્ષમ છે. આ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. વિક્રાંત અત્યાધુનિક સ્વચાલિત સુવિધાઓથી સજ્જ છે અને ભારતના દરિયાઈ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે એમ નિવેદનમાં જણાવાયું છે.

INS વિક્રાંતની ખાસિયતો

  • દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર
  • તેની કિંમત છે 20 હજાર કરોડ
  • 18 રાજ્યોમાં તેના સાધનો તૈયાર કરવામાં આવે છે
  • આ જહાજ 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે
  • તેની મહત્તમ ઝડપ 28 નોટિકલ માઇલ છે
  • વિક્રાંત પાસે અંદાજિત 2200 કમ્પાર્ટમેન્ટ છે
  • આ જહાજ એકસાથે 30 એરક્રાફ્ટ ઓપરેટ કરી શકે છે
  • ક્રૂ 1600 સભ્યોને સમાવવા માટે પૂરતું છે

ઊંચાઈ 61.6 મીટર (15 માળની ઇમારતની સમકક્ષ)

  • ફ્લાઇટ ડેક વિસ્તાર 12,500 ચોરસ મીટર
  • લંબાઈ 262.5 મી
  • સહનશક્તિ 7,500 નોટિકલ માઇલ
  • તે 53 એકરમાં ફેલાયેલું છે.
  • ક્રૂની સંખ્યા 1,600
  • 2,300 કમ્પાર્ટમેન્ટ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ