બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / PM Modi sent Chadar for ajmer dargah for the 10th time

ભાઈચારો / PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર, મુસ્લિમ ડેલિગેશનને પણ મળ્યા, જુઓ ફોટો

Vaidehi

Last Updated: 04:49 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે 10મી વખત ચાદર ભેટસ્વરૂપે મોકલી. 13 જાન્યુઆરીનાં રોજ ચાદર ચઢાવવામાં આવશે.

  • PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર
  • ભાજપના લઘુમતી મોરચાના હસ્તે ચઢાવવામાં આવશે ચાદર
  • પીએમ મોદીએ 10મી વખત દરગાહ માટે મોકલી છે ચાદર

PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી  છે. માહિતી અનુસાર PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી છે. 13 જાન્યુઆરીના રોજ PM મોદી દ્વારા મોકલવામાં આવેલી આ ચાદર દરગાહ પર ચઢાવવામાં આવશે. 

લઘુમતી મોર્ચાનાં આ સદસ્યોને મોકલવામાં આવી છે ચાદર
PM મોદીએ આ ચાદર લઘુમતી મોર્ચાનાં જે સદસ્યોને મોકલી છે તેમાં - પ્રમુખ જમાલ સિદ્દીકી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તારીક મંસૂર છે. આ સિવાય અન્ય ઘણાં મુસ્લિમ નેતાઓ પણ તેમની સાથે જોડાશે.

812મો ઉર્સનો અવસર
અજમેર શરીફની દરગાહ પર આ વર્ષે 812મો ઉર્સ ઊજવવામાં આવશે.ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર દરવર્ષે ઉર્સનાં અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતાં હોય છે. છેલ્લાં 10 વર્ષથી PM મોદી અજમેર શરીફ દરગાહ માટે આ ચાદર મોકલી રહ્યાં છે. 13 જાન્યુઆરીનાં રોજ PM દ્વારા મોકલવામાં આવેલી આ ચાદર દરગાહ પર ચઢાવવામાં આવશે.

વધુ વાંચો: લોકસભા ચૂંટણી માટે થોડા જ દિવસમાં મોટું એલાન કરી શકે છે BJP: આ નેતાઓના કપાઈ જશે પત્તાં

ગતવર્ષે પણ મોકલી હતી ચાદરની ભેટ
ગતવર્ષે  811માં ઉર્સના અવસર પર પણ PM મોદીએ અજમેર શરીફ દરગાહને ચાદર ભેટમાં આપી હતી. PM તેની તસવીર પણ શેર કરી હતી, જેમાં તેમની સાથે કેન્દ્રીય લઘુમતી મંત્રી સ્મૃતિ ઈરાની અને ભાજપ અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકી પણ હાજર હતા.

સાથે જ મોકલ્યો હતો સંદેશો
ચાદર મોકલવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનવતાનો સંદેશ પણ આપે છે. ગયા વર્ષે તેમણે સંદેશ મોકલ્યો હતો કે-  વિશ્વને પ્રેમ, સંવાદિતા અને ભાઈચારાનો સંદેશ આપનાર મહાન સૂફી સંતના વાર્ષિક ઉર્સ પર અજમેર શરીફની દરગાહ પર ચાદર મોકલીને હું પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ