બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / BJP may make a big announcement for the Lok Sabha elections in a few days: the cards of these leaders will be cut

રાજનીતિ / લોકસભા ચૂંટણી માટે થોડા જ દિવસમાં મોટું એલાન કરી શકે છે BJP: આ નેતાઓના કપાઈ જશે પત્તાં

Megha

Last Updated: 10:58 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈને ભાજપે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરશે, તો 70 વર્ષથી ઉપરના મોટા ભાગના નેતાઓ પત્તા પણ કપાઈ શકે છે.

  • ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપ ઉમેદવારોની જાહેરાત કરશે.
  • ભાજપે 70 વર્ષથી વધુ ઉંમરના સાંસદોને ટિકિટ નહીં આપવાનું આયોજન કર્યું!
  • 2024ની લોકસભા ચૂંટણીમાં 50 ટકાથી વધુ વોટ મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. 

સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા કાર્યકરોને અંતિમ માર્ગદર્શિકા જારી કરવા માટે ભાજપ ફેબ્રુઆરીના મધ્યમાં રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવશે. એક અહેવાલ મુજબ કેન્દ્રીય નેતૃત્વ ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ કેન્સલ કરી શકે છે. આ સાથે પાર્ટી શક્ય તેટલી વધુ સીટો પર લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

ગુજરાતમાં વિજય બાદ દિલ્હીમાં અતિ ભવ્ય જશ્નની તૈયારી, PM મોદી-શાહ પણ આવશે I  PM Modi and Shah will celebrate BJP victory in Delhi kamalam, Gujarat  election 2022

70થી ઉપરના મોટા ભાગના નેતાઓ કપાઈ જશે પત્તા 
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો અથવા ત્રણ વખતથી વધુ વખત જીતેલા લોકસભાના સાંસદોને ટિકિટ નહીં આપવાનું આયોજન કરી રહ્યું છે. જો કે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી, કહેવાય રહ્યું છે કે જો જરૂરી હોય તો પાર્ટી 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારને પણ મેદાનમાં ઉતારી શકે છે. અહેવાલ મુજબ, સૂત્રએ કહ્યું કે વડા પ્રધાન પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે પાર્ટીનું ધ્યાન યુવાનો અને મહિલાઓ પર રહેશે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે પાર્ટી 70 વર્ષથી વધુ ઉંમરના સાંસદોને હટાવી શકે છે.જો કે એમ પણ કહેવાય રહ્યું છે કે 70 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ ન આપવાનો અર્થ એવો નથી કે તમામ વરિષ્ઠ નેતાઓને બાકાત રાખવામાં આવશે. ઉમેદવારની પસંદગી માટે માત્ર ઉંમર જ માપદંડ રહેશે નહીં. પાર્ટીને લોકસભામાં પણ અનુભવી નેતાઓની જરૂર છે.

150-160 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે પાર્ટી 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની પ્રથમ યાદી જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ હોઈ શકે છે. સાથે જ સૂત્રોનું માનીએ તો પાર્ટી આ મહિનાના અંત સુધીમાં 150-160 સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.

BJPના શ્વાસમાં શ્વાસ આવ્યો! પહેલીવાર કોઈ સર્વેમાં જીતની નજીક, શું તૂટશે 38  વર્ષનો રેકૉર્ડ? / Karnataka pre-election survey: BJP to win 105 seats,  Congress on 87, will 38-year-old ...

56 વર્તમાન સાંસદોની ઉંમર 70 વર્ષથી વધુ છે -
જણાવી દઈએ કે ભાજપના 56 વર્તમાન લોકસભા સાંસદોની ઉંમર 70 વર્ષથી વધુ છે. જેમાં રાજનાથ સિંહ, વીકે સિંહ, રાવ ઈન્દ્રજીત સિંહ, શ્રીપદ નાઈક, અર્જુન રામ મેઘવાલ, ગિરિરાજ સિંહ, રાજેન્દ્ર અગ્રવાલ, એસએસ અહલુવાલિયા, પીપી ચૌધરી, સંતોષ ગંગવાર, રાધા મોહન સિંહ, જગદંબિકા પાલ અને રવિશંકર પ્રસાદ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો: ચૂંટણી પહેલા ખેડૂતો માટે અત્યાર સુધીનું સૌથી મોટું એલાન કરી શકે છે મોદી સરકાર, મહિલાઓ પર છે ખાસ ફોકસ

મહત્તમ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી-
પાર્ટીએ 2019ની સામાન્ય ચૂંટણીમાં 303 બેઠકો જીતી હતી. પાર્ટી આ આંકડામાં હજુ વધુ સુધારો કરવા માંગે છે. આ માટે પાર્ટી આ વખતે વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડવા માંગે છે. ગત સામાન્ય ચૂંટણીમાં પાર્ટીએ 437 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ભાજપ એ બેઠકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જે પાર્ટી ક્યારેય જીતી નથી.

બીજેપીની રાષ્ટ્રીય પરિષદની બેઠક દિલ્હીમાં યોજાય તેવી શક્યતા છે. તેમાં 7000 લોકો ભાગ લઈ શકશે. કેન્દ્રીય નેતૃત્વ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં આ માટે આમંત્રણ મોકલવાનું શરૂ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ