બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / PM Modi reaches Shirdi after five years, offers prayers at Sai Temple, inaugurates and lays foundation stone of 7500 crore project

ખેડૂતો માટે પહેલ / પાંચ વર્ષ પછી શિરડી પહોંચ્યા PM મોદી, સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી, 7500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

Pravin Joshi

Last Updated: 04:15 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ વર્ષ પછી મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (26 ઑક્ટોબર) રાજ્યના પ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

  • PM નરેન્દ્ર મોદીએ શિરડી સાંઈ મંદિરમાં પૂજા અર્ચના કરી
  • CM એકનાથ શિંદે અને DyCM દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા
  • 7500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
  • 182 ગામડાઓ માટે નહેરનું નેટવર્ક દેશને સમર્પિત કરશે


પાંચ વર્ષ પછી મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (26 ઑક્ટોબર) રાજ્યના પ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં પ્રાર્થના કરી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ ઉપરાંત રાજ્યના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ મંદિર પરિસરમાં તેમની સાથે હાજર હતા. તેમણે મંદિરમાં બનેલા કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. વર્ષ 2018માં પીએમ મોદીએ તેનો શિલાન્યાસ પણ કર્યો હતો.

7500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન પીએમ મોદી 7500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. એક સાર્વજનિક કાર્યક્રમ દ્વારા પીએમ મોદી સ્વાસ્થ્ય, રેલ, રોડ, ઓઈલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે.

182 ગામડાઓ માટે નહેરનું નેટવર્ક દેશને સમર્પિત કરશે

વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, સાંઈ મંદિરમાં કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી, પીએમ મોદી નીલવંડે ડેમના જળની પૂજા કરશે અને તેની સાથે જોડાયેલ નહેરનું નેટવર્ક પણ દેશને સમર્પિત કરશે. 85 કિલોમીટર લાંબા કેનાલ નેટવર્કથી સાત તાલુકાઓના 182 ગામોને ફાયદો થશે. તેમાં અહેમદનગર જિલ્લાના છ તાલુકાઓ અને નાશિક જિલ્લાના એક તાલુકાનો સમાવેશ થાય છે.

ખેડૂતો માટે ખાસ પહેલ

લાંબા અંતરાલ બાદ મહારાષ્ટ્ર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના ખેડૂતો માટે ખાસ પહેલ કરી છે. તેઓ ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’ શરૂ કરશે. આ અંતર્ગત મહારાષ્ટ્રના 86 લાખથી વધુ ખેડૂતો કે જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને દર વર્ષે 6000 રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ લાભાર્થીઓમાં કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરશે.તેઓ ગોવામાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે.આ પછી સાંજે તેઓ ગોવામાં 37મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

ગોવામાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

આ પછી, સાંજે તેઓ ગોવામાં 37મી કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કરશે. પીએમ માર્ગો ખાતેના પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને પણ સંબોધિત કરશે. આ પહેલીવાર છે જ્યારે ગોવામાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આજથી શરૂ થઈને 9 નવેમ્બર સુધી ચાલનારી આ ગેમ્સમાં દેશના 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 43 થી વધુ રમતોમાં સ્પર્ધા થવાની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ