બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi cows ghee price 10 to 50 thousand rupees per kg; Know the specialty

Punganur Cow / PM મોદી પાસે જે ગાયો છે, તેનું ઘી મળે છે 10થી 50 હજાર રૂપિયે કિલો; જાણો ખાસિયત

Megha

Last Updated: 02:48 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી જે પુંગનુર ગાયને ચારો ખવડાવ્યો હતો, એ ગાયોના દૂધ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં લગભગ 8 ટકા જેટલું ફેટ હોય છે અને દૂધ મહત્તમ રૂ. 1,000 પ્રતિ લીટરના ભાવે વેચાય છે

  • પીએમ મોદી જે ગાયોને ચારો ખવડાવતા જોવા મળ્યા તે 'પુંગનુર જાતિ'ની છે.
  • આંધ્રપ્રદેશના ઘણા મંદિરોમાં પુંગનુર ગાયનું દૂધ ચઢાવવામાં આવે છે.  
  • આ ગાયના દૂધમાંથી બનેલ ઘીની કિંમત રૂ. 10,000 થી રૂ. 50,000 પ્રતિ કિલો છે.

મકરસંક્રાંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને કેટલીક ગાયોને ચારો ખવડાવ્યો હતો. પીએમ મોદીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ગાયો સાથેની તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ જોઈને લોકો વચ્ચે આ નાની ગાયો ચર્ચાનો વિષય બની હતી અને લગભગ લોકો તેના વિશે જાણવા માંગતા હતા કે તેઓ કઈ જાતિના છે? તેમની વિશેષતા શું છે? 

રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદી જે ગાયોને ચારો ખવડાવતા જોવા મળ્યા તે 'પુંગનુર જાતિ'ની છે. આ આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે. આ જાતિ વિશ્વમાં પશુઓની સૌથી નાની જાતિઓમાંની એક છે. આ ગાયોને લઈને માત્ર આંધ્રમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતમાં ઘણી ધાર્મિક માન્યતાઓ છે. 

એવું પણ માનવામાં આવે છે કે જ્યારે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથનમાંથી ઘણી દુર્લભ વસ્તુઓ બહાર આવી ત્યારે સુરભિ ગાય તેમાંથી એક હતી. વેદ અને પુરાણોમાં સુરભી ગાયને કામધેનુ પણ કહેવામાં આવી છે. આંધ્રના લોકો માને છે કે પુંગનુર એ ગાયનું સ્વરૂપ છે. આજે પણ આંધ્રપ્રદેશના ઘણા મંદિરોમાં પુંગનુર ગાયનું દૂધ ચઢાવવામાં આવે છે.  

વધુ વાંચો: સરયૂ નદી, ગણપતિ-હનુમાનજી..., રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ PM મોદીએ લોન્ચ કરી ટપાલ ટિકિટ

- સાથે જ પુંગનુર ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમના દૂધમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે - લગભગ 8 ટકા જેટલું, જે અન્ય જાતિના દૂધમાં 3 થી 4 ટકા હોય છે. 
- આ ગાયના દૂધમાં ઓમેગા ફેટી એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેંગેનીઝ મોટી માત્રામાં જોવા મળે છે.
- પુંગનુર જાતિની ગાયના દૂધનો ઉપયોગ દવા તરીકે થાય છે. 
- પુંગનુર ગાય 70 થી 90 સેમી ઉંચી અને 100 થી 200 કિલો વજનની હોય છે. 
- આ જાતિની ગાયો એક દિવસમાં 1 થી 3 લિટર દૂધ આપે છે. આ દૂધ મહત્તમ રૂ. 1,000 પ્રતિ લીટરના ભાવે વેચાય છે 
- તેમાંથી બનેલા ઘીની કિંમત રૂ. 10,000 થી રૂ. 50,000 પ્રતિ કિલો છે.
- આ ગાય લગભગ 5 કિલો ચારો ખાય છે. 
- પુંગનુર જાતિની ગાયની કિંમત એકથી પાંચ લાખ રૂપિયાની વચ્ચે હોય છે. કહેવાય છે કે ગાય જેટલી નાની હોય તેટલી તેની કિંમત વધારે હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ