બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / PM Modi asked - should I go inside wearing shoes...?, the video during the visit to the Union Minister's house went viral

VIDEO / PM મોદીએ પૂછ્યું- જૂતાં પહેરીને અંદર જાઉં...?, કેન્દ્રીય મંત્રીના ઘરે મુલાકાત દરમિયાનનો વીડિયો વાયરલ

Priyakant

Last Updated: 10:08 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Video Viral News: PM મોદી ઘરની અંદર જતા પહેલા દરવાજા પર પૂછે છે કે, શું તેમને પગરખાં ઉતારીને અંદર આવવાનું છે ? આ પછી તેમને તેમના જૂતા ઉતાર્યા વિના અંદર આવવા માટે કહેવામાં આવ્યું, વિડીયો થયો વાયરલ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • ભાજપ સાંસદ પંકજ ચૌધરીના ઘરે પૂછ્યું શું મારા જૂતા ઉતારીને અંદર આવું? 
  • આ પછી તેમને તેમને જૂતા ઉતાર્યા વિના અંદર આવવા માટે કહેવામાં આવ્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પૂછતાં જોવા મળ્યા કે, શું મારા જૂતા ઉતારીને અંદર આવું? વીડિયોમાં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોવા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, જ્યાં પીએમ મોદી આ સવાલ પૂછી રહ્યા છે, તે ઘર ભાજપના નેતા અને સાંસદ પંકજ ચૌધરીનું છે, જેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે PM મોદી તાજેતરમાં ગોરખપુર ગયા હતા, જ્યાં તેમણે ગીતા પ્રેસના શતાબ્દી સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પછી તે પંકજ ચૌધરીના ઘરે પણ ગયા અને તેના પરિવારના સભ્યોને મળ્યા હતા. 

એવું તે શું છે વાયરલ વિડીયોમાં ? 
ભાજપના નેતા અને સાંસદ પંકજ ચૌધરીના ઘરે પહોંચેલા PM મોદીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે આ વીડિયો કોઈ ઘરમાં બનાવવામાં આવ્યો છે. અહીં પહોંચ્યા પછી પીએમ ઘરની અંદર જતા પહેલા દરવાજા પર પૂછે છે કે, શું તેમને પગરખાં ઉતારીને અંદર આવવાનું છે ? આ પછી તેમને તેમના જૂતા ઉતાર્યા વિના અંદર આવવા માટે કહેવામાં આવે છે. આ પછી PM મોદી જૂતા પહેરીને અંદર આવે છે અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીના સંબંધીઓનું અભિવાદન સ્વીકારતા જોવા મળે છે.

આ દરમિયાન એક મહિલા તેના હાથમાં નવજાત બાળક સાથે દેખાય છે. તો PM મોદીએ તે મહિલાને પૂછ્યું કે તેનું નામ શું છે? જેથી મહિલાએ બાળકનું નામ અવિરાજ રાખ્યું. આ પછી પંકજ ચૌધરીએ પીએમ સાથે તેમના પરિવારના સભ્યોનો પરિચય કરાવ્યો. ઉલ્લેખનીય છે કે, પંકજ ચૌધરીની ગણતરી ભાજપના મોટા નેતાઓમાં થાય છે અને તેઓ મહારાજગંજથી સાંસદ છે. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં પંકજ ચૌધરી કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી છે. PM મોદીએ પંકજ ચૌધરીની માતા સાથે પણ વાત કરી અને તેમની તબિયત પૂછી. તેઓ લગભગ દસ મિનિટ સુધી પંકજ ચૌધરીના ઘરે રોકાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ