Team VTV07:59 AM, 27 Jun 19
| Updated: 11:19 AM, 27 Jun 19
G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ઓસાકા પહોંચ્યાં છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી જાપાનમાં સૌ પ્રથમ જાપાનના પીએમ શિંજો આબે સાથે બેઠક કરશે.
પીએમ મોદીએ જણાવ્યું છે કે ઓસાકા શિખર સંમેલન 2022માં G-20 શિખર સંમેલનમાં સામેલ થવા ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું હશે. આ અવસર પર હું દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પ્રમુખ દેશોના નેતાઓ સાથે મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની આશા રાખું છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ઓસાકા પહોંચ્યા છે. પીએમ મોદી ઓસાકા પહોંચતા ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એટલું જ નહીં ભારતીય સમુદાય દ્વારા ''મોદી મોદી"ના નારા પણ લાગ્યા હતા. પીએમ મોદી જાપાનમાં યોજાનારી ત્રિદિવસીય જી-20 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે.
પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, વિશ્વ સામેના વિવિધ પડકારોને લઈને આ બેઠકમાં ચર્ચા કરાશે. મહિલા શસક્તિકરણ, ડિજીટલાઈઝેસન અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોના નિરાકરણ બેઠકનો મુખ્ય ઉદ્દેશ હશે. પીએમ મોદી G-20 સમિટમાં 10 દ્વિપક્ષીય બેઠક કરશે.
આ સાથો સાથ પીએમ મોદી ફ્રાંસ, જાપાન, ઈન્ડોનેશિયા, અમેરિકા અને તુર્કી સાથે પણ વાર્તાલાપ કરશે. આ સમિટમાં બ્રિક્સ દેશો અને RICમાં સામેલ દેશો પણ સંમેલનમાં સામેલ થશે. આ દરમિયાન રશિયા, ભારત અને ચીન વચ્ચે પણ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સમાં જી 20 સમિટ યોજાઈ હતી.
Prime Minister Narendra Modi arrives in Osaka, Japan. He will be attending the G20 summit here. pic.twitter.com/cdQgVarBz5
આ દરમિયાન રશિયા, ભારત અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક 28 જૂનના રોજ થાય તેવી શક્યતા છે. આ વખતે જી-20 સંમેલનની મેજબાની જાપાન કરી રહ્યું છે. આર્જેન્ટીના, ઓસ્ટ્રિલેયા, બ્રાઝીલ, કેનાડા, ચીન, યૂરોપીય સંઘ, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટેન અને અમેરિકા જી-20ના સભ્ય છે.