બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi announcement Lockdown CM vijay rupani says Everything available

કોરોના વાયરસ / ચિંતા ન કરોઃ હું ખાતરી આપું છું કે જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ મળતી રહેશેઃ CM રૂપાણી

Hiren

Last Updated: 10:56 PM, 24 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં સતત વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ મંગળવાર સાંજે ફરી એક વખત દેશને સંબોધિત કર્યો હતો. જેમાં તેમણે 3 અઠવાડિયા સુધી એટલે કે આજે મોડી રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી એટલે 14 એપ્રિલ સુધી દેશમાં લૉકડાઉન રહેશે તેવી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રીએ અને પ્રધાનમંત્રીએ જનતાને અપીલ કરી છે કે ડરો નહીં, બધુ મળતુ રહેશે.

  • પ્રધાનમંત્રીની 21 દિવસની લૉકડાઉનની જાહેરાત બાદ લોકોમાં ડર
  • આવશ્યક તમામ ચીજ વસ્તુઓ મળતી રહેશેઃ મુખ્યમંત્રી
  • દેશવાસીઓને ડરવાની જરૂર નથીઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના પ્રવચનમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરતા જ લોકોમાં ફફડાટ અને ભયનો માહોલ ઉભો થયો છે. વડાપ્રધાને આ જાહેરાત એક પ્રકારે કર્ફ્યુ જ હોવાનું કહેતા લોકો હવે જનજીવનની વસ્તુ નહીં મળે તેમ સમજી બેઠા અને મોડી રાત્રે લોકોના ટોળા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્વાસન આપતા કહ્યું હતું કે, હું ખાતરી આપું છું કે 21 દિવસ દરમિયાન જે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે તે અનુસાર આવશ્યક તમામ ચીજ વસ્તુઓ મળી રહશે. ગભરાશો નહીં... ઘર માટે જરૂરી દૂધ, શાકભાજી, દવાઓ, અનાજ, કરિયાણું, ખાદ્યચીજ વસ્તુઓ મળી રહેશે. હોસ્પિટલ, લેબોરેટરી અને મેડિકલ ચાલુ રહેશે.

મારા દેશવાસીઓ ડરે નહીં, જરૂરી સેવાઓ અને વસ્તુઓ મળતી રહેશેઃ PM મોદી

પ્રધાનમંત્રી દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે, દેશવાસીઓને ડરવાની જરૂર નથી. પીએમએ ટ્વીટ કરીને કહ્યું કે જરૂરી સેવાઓ અને દવાઓ મળતી રહેશે. કેન્દ્ર અને તમામ રાજ્યોની સરકારો એક સાથે મળીને કામ કરશે જેથી લોકોને જરૂરી વસ્તુઓ મળતી રહેશે. આપણે લોકોએ એક સાથે મળીને કોવિડ-19 વિરૂદ્ધ લડશે અને એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરીશું. જય હિંદ.

સુમુલ પાસે દૂધનો પૂરતો જથ્થો છેઃ ચેરમેન

સુરત સુમુલ ડેરીના ચેરમેન અને MDએ લોકોને અપીલ કરી છે કે દૂધ લેવા લોકો દોડા દોડી ન કરે. સુમુલ પાસે દૂધનો પૂરતો જથ્થો છે. દરરોજ 18 લાખ લીટર દૂધ આવે છે, જેની સામે માત્ર 12 લાખ લીટર દૂધ જ વેચાણ થાય છે.

PM મોદીની જાહેરાત બાદ ભાવનગર-રાજકોટમાં લાગી લાઇનો

પ્રધાનમંત્રી મોદીની લૉકડાઉનની જાહેરાત બાદ દુકાનો બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભાવનગરના વિવિધ વિસ્તારમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. સુભાષનગરમાં તો ઓરોવીઝન સ્ટોરોમાં જાને કે માલની ખરીદી માટે લોકો રીતસર અધીરા બન્યા હતા. આ ઉપરાંત રાત્રીનો સમય હોવા છતાં લોકો ફરસાણ અને શાકભાજી ખરીદવા ઉમટી પડ્યા હતા. લોકોએ આ જાહેરાતને વધાવી પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે ટ્રાન્સપોટેશન ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

ગુજરાતના નાગરિકે પેનિક થવાની જરૂર નથી, જાણો શું શું ચાલુ રહેશે અને શું બંધ

ગુજરાતના નાગરિકે પેનિક થવાની જરૂર નથી. મોટી સંખ્યામાં લોકો કરિયાણા સ્ટોર પર ઉમટ્યા છે. પરંતુ સંગ્રહખોરી પણ ન કરવા સરકારે સૂચના આપી છે. કોઈપણ લોકોએ ડરવાની જરૂર નથી કે લાઈનો લગાડવાની જરૂર નથી.

શું-શું ચાલુ રહેશે

  • ડિફેન્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, પૂર્વાનુમાનની એજન્સી વગેરે
  • શાકભાજી, રેશનિંગ, દવા, ફળોની દુકાન ચાલુ રહેશે
  • બૅંક, ઈન્સ્યોરન્સ ઓફિસ, ATM
  • પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
  • ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ પણ ચાલુ રહેશે
  • ઈ-કોમર્સ દ્વારા દવા, મેડિકલ ઉપકરણની ડિલીવરી ચાલુ રહેશે
  • પેટ્રોલ પંપ, LPG પંપ અને ગેસ રિટેલ ચાલુ રહેશે
  • પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ પણ મળતી રહેશે
  • હોસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લીનિક, નર્સિંગ હોમ ચાલુ રહેશે

શું-શું બંધ રહેશે

  • સરકારી અને પ્રાઈવેટ ઓફિસો
  • રેલ, એરલાઈન્સ અને રોડવેઝની સેવા
  • તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ
  • પબ્લિક પ્લેસ જેવી કે મૉલ, જિમ, હૉલ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ
  • તમામ રેસ્ટોરન્ટ્સ, દુકાનો (કરિયાણા અને જીવનજરૂરિયાત સિવાય) બંધ રહેશે
  • ધાર્મિક સ્થળો, તમામ શિક્ષણ સંસ્થાન
  • અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને મંજૂરી નહીં
  • તમામ ફેક્ટરી, વર્કશૉપ, ગોડાઉન, સાપ્તાહિક માર્કેટ

શું બંધ કરવામાં આવે ?

લોકડાઉન સમયે સાર્વજનિક પરિવહન સેવા બંધ રહે છે આ સાથે જ હોટલ, રેસ્ટોરેન્ટ, ફૅક્ટરીઓ, વર્કશૉપ, ઑફિસ, ગોડાઉન, અઠવાડિક બજાર બંધ રહેશે. આ સાથે જ જો કોઈ જિલ્લાની સીમા અન્ય રાજ્ય સાથે મળતી હોય તો તેને સીલ કરાશે. એટલે કે બૉર્ડર સીલ કરવામાં આવે છે. 

તો વળી એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે દોડતી બસ અને રેલસેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવે છે. મુસાફરોનું વહન કરતી ટૅક્સી-મેક્સી ગાડીઓ અટકાવી દેવામાં આવે છે, જ્યારે કન્સ્ટ્રક્શન કામ પણ રોકવામાં આવે છે અને ગાર્ડન અને પાર્ક પણ બંધ કરવામાં આવે છે.
 

કોઈ પણ લોકડાઉનમાં ખાનગી વાહનો ચલાવી શકે છે?

કોઈપણ જિલ્લાના લોકડાઉન પછી ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. શરત એ છે કે ખાનગી વાહનોનો ઉપયોગથી લોકોને કોઈ સમસ્યા ન થતી હોય, ખાસ કરીને કોરોના વાયરસના કિસ્સામાં, જો રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થાય તો ભીડને ટાળવાનો હેતુ ન સરે. જો કોઈ ગંભીર માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય તો તેઓ તેમની કાર લઈને બહાર જઈ શકે છે. પરંતુ લોકડાઉન કરવાના સરકારના હેતુની વિશેષ કાળજી લેવાય એ જરૂરી છે.

લોકડાઉન સમયે શું ન કરવું જોઇએ

ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. લોકડાઉનની જાહેરાત પછી, જો ઘરની બહાર કોઈ કારણ વિના એમનેમ નીકળ્યા તો વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી પણ થઇ શકે છે. લોકો તેમના ઘરે રહેવા દરમિયાન સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં ખોટા સમાચાર ફેલાવશો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ