બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / PM Modi addressed YouTubers, said you guys should start this movement in the country

નિવેદન / મારી પણ યુટ્યુબ ચેનલ છે...: PM મોદીએ યુટ્યુબર્સને કર્યું સંબોધન, કહ્યું તમે લોકો દેશમાં આ આંદોલન શરૂ કરો...

Priyakant

Last Updated: 01:15 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi YouTubers Statement News: PM મોદીએ કહ્યું, મને સૌથી વધુ સંતોષ ત્યારે થયો જ્યારે મેં યુટ્યુબ દ્વારા આપણા દેશના લાખો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાનો તણાવ, અપેક્ષાનું સંચાલન, ઉત્પાદકતા જેવા વિષયો પર વાત કરી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ YouTube પર કન્ટેન્ટ સર્જકોને સંબોધ્યા 
  • ડિજિટલ પેમેન્ટ્સ-વોકલ ફોર લોકલ અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા વિનંતી કરી
  • PM મોદીએ લગભગ પાંચ હજાર કન્ટેન્ટ સર્જકોને સંબોધ્યા 

PM મોદીએ યુટ્યુબર્સને સંબોધન કરતાં મોટી વાત કરી હતી. વાત જાણે એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે YouTube પર કન્ટેન્ટ સર્જકોને તેમના કામ દ્વારા સ્વચ્છતા, ડિજિટલ પેમેન્ટ્સ અને 'વોકલ ફોર લોકલ' અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, દેશને જાગૃત કરો, એક આંદોલન શરૂ કરો. PM મોદીએ કહ્યું કે તેઑ 15 વર્ષથી યુટ્યુબ ચેનલ દ્વારા દેશ અને દુનિયા સાથે જોડાયેલ છે. લગભગ પાંચ હજાર કન્ટેન્ટ સર્જકોને સંબોધતા મોદીએ કહ્યું કે, તેમની સામગ્રી લોકોને પ્રભાવિત કરે છે અને તેમની પાસે તેને વધુ અસરકારક બનાવવાની તક છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આપણે સાથે મળીને કરોડો લોકોને મહત્વપૂર્ણ બાબતો સરળતાથી શીખવી અને સમજાવી શકીએ છીએ. PM મોદીએ કહ્યું કે, મિત્રો મારી ચેનલ પર હજારો વિડીયો છે, પરંતુ મને સૌથી વધુ સંતોષ ત્યારે થયો જ્યારે મેં યુટ્યુબ દ્વારા આપણા દેશના લાખો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાનો તણાવ, અપેક્ષાનું સંચાલન, ઉત્પાદકતા જેવા વિષયો પર વાત કરી. તેમણે કહ્યું કે 'સ્વચ્છ ભારત અભિયાન' છેલ્લા નવ વર્ષમાં એક મોટું અભિયાન બની ગયું છે, જેમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહ્યું છે.

સ્વચ્છ ભારત અભિયાનને લઈ મોટું નિવેદન 
PM મોદીએ કહ્યું કે, સેલિબ્રિટીઓએ તેને ટેકો આપ્યો અને દેશના તમામ ભાગોમાં લોકોએ તેને એક મિશનમાં ફેરવ્યું અને 'યુટ્યુબર્સ'એ સ્વચ્છતાને વધુ અસરકારક બનાવી. પરંતુ આપણે રોકવાની જરૂર નથી, જ્યાં સુધી સ્વચ્છતા ભારતની ઓળખ નહીં બને ત્યાં સુધી આપણે રોકાઈશું નહીં. તેથી સ્વચ્છતા તમારા બધાની પ્રાથમિકતા હોવી જોઈએ.

ડિજિટલ પેમેન્ટને લઈ શું કહ્યું ? 
આ સાથે વડાપ્રધાને કહ્યું કે, બીજો વિષય ડિજિટલ પેમેન્ટ છે. UPIની સફળતાને કારણે આજે વિશ્વના ડિજિટલ પેમેન્ટ્સમાં ભારતનો હિસ્સો 46 ટકા છે. તમારે દેશના વધુને વધુ લોકોને ડિજિટલ પેમેન્ટ કરવા માટે પ્રેરણા આપવી જોઈએ, તમારા વીડિયો દ્વારા તેમને સરળ ભાષામાં ડિજિટલ પેમેન્ટ કરવાનું શીખવવું જોઈએ. મોદીએ કહ્યું કે, બીજી થીમ 'વોકલ ફોર લોકલ' છે. તેમણે કહ્યું કે, ભારતમાં ઘણી બધી પ્રોડક્ટ્સ સ્થાનિક રીતે બનાવવામાં આવે છે અને સ્થાનિક કારીગરો પાસે અદભૂત કૌશલ્ય છે. તેમણે કન્ટેન્ટ સર્જકોને કહ્યું કે, તેઓ તેમના કામ દ્વારા તેમનો પ્રચાર પણ કરી શકે છે. તેમણે કહ્યું કે, આ વિષયો જનઆંદોલન સાથે જોડાયેલા છે અને દેશની જનતાની તાકાત તેમની સફળતાનો આધાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ