બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:03 PM, 8 September 2022
ADVERTISEMENT
પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થવા જઈ રહ્યા છે. આ દરમિયાન પૂર્વજોનું સ્મરણ કરીને અનુષ્ઠાન, તર્પણ અને દાનનું વિશેષ મહત્વ છે. પિતૃ લોકને ચંદ્રના ઉર્ઘ્વભાગમાં માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે. શાસ્ત્રો અનુસાર પ્રકૃતિ સાથે જોડાયેલી ઘણી બાબતોમાં પૂર્વજોનું સ્થાન જણાવવામાં આવ્યું છે.
પિતૃપક્ષમાં મનુષ્યથી લઈને પક્ષીઓ સુધી અનેક રૂપમાં પૂર્વજો તમારા દ્વારે આવી શકે છે તમે તેમને ઓળખી શકતા નથી. ચાલો જાણીએ પિતૃ પક્ષમાં પિતૃઓ તમારા ઘરમાં કયા રૂપમાં આવે છે. એવું કહેવાય છે કે તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ નહીંતર પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
પિતૃપક્ષમાં આ રૂપોમાં ઘરે આવે છે પિતૃઓ
કાગડા
પિતૃપક્ષમાં ઘરે આવેલા કાગડાને ક્યારેય ભગાડો નહીં. કાગડાને ભોજન આપો. આમ ન કરવાથી પિતૃઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ પક્ષમાં 15 દિવસ સુધી પિતૃઓ કાગડા દ્વારા ભોજન લે છે. તેનાથી તેઓ તૃપ્ત થવાની સાથે જ પરિવારજનોના સુખી જીવનના આશીર્વાદ પણ આપીને જાય છે.
ગરીબ-જરૂરીયાતમંદ
પિતૃપક્ષના સમયે જો કોઈ અતિથિ, ગરીબ અને અસહાય વ્યક્તિ ઘરના દરવાજે આવે તો તેનો ક્યારેય અનાદર ન કરવો. એવું કહેવાય છે કે પૂર્વજો કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. તેથી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરો. તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન જવા દો. તેમને કંઈક દાન દક્ષિણા જરૂર આપો.
શ્વાન-ગાય
શ્વાનને યમના દૂત માનવામાં આવે છે. પિતૃપક્ષમાં પંચબલી ભોગમાં કૂતરા અને ગાયના નામનો ભોગ પણ લેવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં ગાય અને શ્રાવનનું ઘરના દરવાજા પર આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તેઓ રસ્તામાં જોવા મળે તો પણ તેમને ક્યારેય મારીને ભગાડશો નહીં, તેમને ખાવા માટે ચોક્કસ આપો. તેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. બીજી તરફ પિતૃપક્ષમાં ગાયની સેવા કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.