બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / PIB Fact Check Unit Fake News IT Rules Rajiv Chandrashekhar Ministry of Information and Broadcasting Modi Government Social Media Plateforms

હવે ખેર નથી / મોદી સરકાર એક્શનમાં: FB-ટ્વિટર પર ફેક ન્યૂઝ ફેલાવનારા પર શકંજો! નવા નિયમોને મળી ગઈ મંજૂરી

Pravin Joshi

Last Updated: 03:01 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IT મંત્રાલયે ગુરુવારે નવા નિયમોને મંજૂરી આપી છે, જે અંતર્ગત PIB ફેસબુક, ટ્વિટર, ગૂગલને ફેક્ટ-ચેક કરવા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા સમાચારને દૂર કરવા માટે કહી શકે છે.

  • FB-Twitter પર ફેક ન્યૂઝ ફેલવાનારા સામે થશે કાર્યવાહી
  • IT મંત્રાલયે ગુરુવારે નવા નિયમોને આપી મંજૂરી
  • PIB દ્વારા આવી પોસ્ટ માટે પ્લેટફોર્મને એલર્ટ કરાશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ટરનેટ પરની અન્ય વેબસાઇટ્સે હવે એ સુનિશ્ચિત કરવું પડશે કે આવા લેખો અથવા અન્ય કોઈપણ સામગ્રી જેને PIB એટલે કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા 'ફેક ન્યૂઝ' તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. PIB દ્વારા આવી પોસ્ટ માટે સંબંધિત પ્લેટફોર્મને એલર્ટ કરવામાં આવશે. IT મંત્રાલયે ગુરુવારે નવા નિયમોને મંજૂરી આપી છે, જે અંતર્ગત PIB ફેસબુક, ટ્વિટર, ગૂગલને ફેક્ટ-ચેક કરવા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા ખોટા અથવા ગેરમાર્ગે દોરનારા સમાચારને દૂર કરવા માટે કહી શકે છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને નિયમો હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. 

આઈટી નિયમો 2021માં ફેરફાર કરવામાં આવ્યો

ધ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) સુધારા નિયમો, 2023 દ્વારા આઈટી નિયમો 2021માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારોને 6 એપ્રિલ, 2023ની સાંજે મંત્રાલય દ્વારા પણ સૂચિત કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર PIBની ફેક્ટ ચેક ટીમ સંબંધિત સરકારી વિભાગોનો સંપર્ક કરીને તેમના મંતવ્યો મેળવશે કે શું સમાચાર નકલી છે કે નહીં અને તે મુજબ આગળનો નિર્ણય લેશે. જો કંપનીઓ PIB ફેક્ટ-ચેક ટીમના આદેશનું પાલન કરવાનો ઇનકાર કરે છે, તો તેઓ તેમની સેફ હાર્બર ઇમ્યુનિટી ખોઈ દેશે જે તેમના પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી કોઈપણ કપટપૂર્ણ અથવા ખોટી સામગ્રી સામે રક્ષણની ખાતરી આપે છે. 

PIBમાં કોઈ ફેક્ટ ચેકિંગ યુનિટ નથી

આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુરુવારે એક પ્રેસ બ્રીફિંગમાં આ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પગલા પાછળનો હેતુ મીડિયાને સેન્સર કરવાનો નથી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ નકલી અથવા ભ્રામક માહિતીના પ્રસારને રોકવાનો છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, હાલમાં PIBમાં કોઈ ફેક્ટ ચેકિંગ યુનિટ નથી અને તેને નવા નિયમો મુજબ બનાવવાની જરૂર પડશે. રાજીવ ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર, PIB ફેક્ટ ચેક યુનિટની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે અને તેની કાર્ય પ્રક્રિયા તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી ખોટી માહિતીનો સામનો કરવાનો આ સ્પષ્ટ અને પ્રમાણિક પ્રયાસ છે. 

સરકાર માટે જ નહીં પરંતુ તે મધ્યસ્થી માટે પણ ફાયદાકારક

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, હું તમને ખાતરી આપું છું કે તે પહેલા કરતા બહુ અલગ નહીં હોય, જ્યાં PIB ફેક્ટ ચેક યુનિટ સરકારી વિભાગ પ્રકારની સંસ્થા હશે. અમે ચોક્કસપણે તથ્યોને વિશ્વસનીય રીતે ચકાસવા માંગીએ છીએ. અને તે માત્ર સરકાર માટે જ નહીં પરંતુ તે મધ્યસ્થી માટે પણ ફાયદાકારક છે જે તે ચોક્કસ હકીકત તપાસ પર નિર્ભર રહેશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે આ સંબંધમાં પ્રસ્તાવ આવ્યો ત્યારે એડિટર્સ ગિલ્ડે તેનો વિરોધ કર્યો હતો. એડિટર્સ ગિલ્ડે કહ્યું કે સંખ્યા નક્કી કરવાનો નિર્ણય સરકારના હાથમાં હોઈ શકે નહીં, જો તે કરશે તો તે પ્રેસની સેન્સરશિપમાં પરિણમશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ