બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / physical relationship with a stranger is mental cruelty : court

હેરાનીભર્યો કિસ્સો / પરપુરુષ સાથે પત્નીના શારીરિક સંબંધ માનસિક ક્રૂરતા, પતિ છુટાછેડા લેવા હકદાર- કોર્ટનો ચુકાદો

Hiralal

Last Updated: 02:49 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના જયપુરની એક કોર્ટનો ચુકાદો મહત્વપૂર્ણ છે. કોર્ટે કહ્યું છે કે પરપુરુષ સાથેના પત્નીના સંબંધો માનસિક ક્રૂરતા સમાન છે અને પતિ છુટાછેડા લેવા માટે હકદાર છે.

  • પરપુરુષ સાથેના પત્નીના સંબંધો માનસિક ક્રૂરતા સમાન
  • જયપુર કોર્ટે પતિને આપ્યાં છુટાછેડા 
  • પત્નીના વ્યભિચારથી આઘાત પામેલા પતિએ કરી હતી છૂટાછેડાની અરજી 

રાજસ્થાનની એક કોર્ટે કોઈ મહિલાના પતિ સિવાયના પુરુષ સાથેના ફિઝિકલ રિલેશનને માનસિક ક્રૂરતા સમાન ગણાવીને પતિને છૂટાછેડા લેવા  માટે હકદાર ઠેરવ્યો છે. જયપુરની એક કોર્ટે કહ્યું કે પત્નીના પર પુરુષ સાથે શારીરિક સંબંધ ગંભીર માનસિક ક્રૂરતા છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા વીડિયો, ફોટોગ્રાફ્સ અને અન્ય સંજોગપૂર્ણ પુરાવાઓ સ્પષ્ટ પણે સાબિત કરે છે કે લગ્ન પછી પણ મહિલાએ અન્ય પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આવી સ્થિતિમાં, અરજદાર પતિ તેને છૂટાછેડા આપવાનો હકદાર છે.

પતિએ પત્નીના ગેરકાયદેસરના સંબંધોના ફોટા-વીડિયો રજૂ કર્યાં હતા 
કોર્ટે કહ્યું કે અરજદાર મહિલાએ પોતાના પતિ દ્વારા બનાવવામાં આવેલા ગેરકાયદેસરના સંબંધના વીડિયો અને ફોટોગ્રાફ્સને નકલી ગણાવ્યા છે, પરંતુ ન તો તેણે ના પાડી છે કે ન તો પોલીસમાં કોઈ રિપોર્ટ નોંધાવ્યો છે. આવી સ્થિતિમાં, તે સાબિત થાય છે કે પત્નીને અન્ય પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ છે. કોર્ટે સોફ્ટવેર એન્જિનિયર પતિની છૂટાછેડાની અરજી સ્વીકારતા આ આદેશ આપ્યો હતો. 

સોશિયલ મીડિયા દ્વારા પતિને થઈ પત્નીના આડાસંબંધોની જાણ 
કેસ મુજબ પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અરજદાર મહિલા સાથે તેના લગ્ન ફેબ્રુઆરી 2020ના રોજ થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ મહિલાએ અરજદારને છૂટાછેડા આપવાનું કહ્યું હતું. આ સમય દરમિયાન તે તેની સાથે યોગ્ય વર્તન પણ કરતી ન હતી અને દરરોજ ઝઘડા કરતી રહી હતી. અને જુલાઈ 2020માં તે તેના ભાઈ સાથે રહેવા ગઈ. આ દરમિયાન ઓક્ટોબર 2020માં અરજદારે સોશિયલ મીડિયા પર અન્ય એક મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે તેના પતિના અરજદારની પત્ની સાથે આડા સંબંધ હતા.

મહિલાએ વીડિયો-ફોટાને નકલી ગણાવ્યાં 
ત્યારબાદ મહિલા અરજદારને મળી હતી અને અરજદારની પત્ની અને તેના પતિના સેક્સ વીડિયો અને ફોટા આપ્યા હતા. પોતાની પત્નીના પરપુરુષ સાથેનો વ્યભિચાર જોતા પતિને ભારે માનસિક આઘાત લાગ્યો હતો અને તેણે પત્નીથી અલગ થવાનો નિર્ણય કરતાં કોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી.જોકે પત્નીએ આ વીડિયો અને ફોટા ખોટા ગણાવ્યાં હતા. બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે માનસિક ક્રૂરતાના આધારે અરજી સ્વીકારી છૂટાછેડાનું ફરમાન બહાર પાડ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ