બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / People terrorized by stray cattle in major cities of Gujarat, talk of intensive action only on paper

ત્રાહિમામ / ગુજરાતના મોટા શહેરોમાં રખડતા ઢોરના આતંકથી પ્રજા ત્રસ્ત, સઘન કાર્યવાહીની વાતો માત્ર કાગળ પર

Kiran

Last Updated: 01:22 PM, 11 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં મહિલા પર ગાયના હુમલા બાદ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોટા શહેરમાં પણ રખડતા ઢોરના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે તંત્રની કામગીર માત્ર કાગળ પર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

  • જામનગરમાં રખડતી ગાયે મહિલાને અડફેટે લીધી
  • બે મિનિટ સુધી ઢીંક ચડાવતા મહિલાને ગંભીર ઈજા
  • જામનગરમાં ગાયે મહિલાને અડફેટે લીધી

ગઈ કાલે જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હોવાનો CCTV સામે આવ્યો જેમાં  રણજીત રોડ પર રખડતી ગાયે એક મહિલાને અડફેટે લઈ સતત બે મિનિટ સુધી ઢીંક ચડાવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 15 જેટલા લોકોએ માંડમાંડ કરીને મહિલાને ગાયની ચુંગાલમાંથી મુક્ત કરાવી જીવ બચાવ્યો હતો. મહિલાની માસૂમ બાળકી હિંમતભેર માતાને બચાવવા આગળ આવી પુત્રીની હિંમત જોઈ અન્ય લોકો પણ મહિલાને બચાવવા દોડી આવ્યા હતા મહિલાને ગંભીર ઈજા થતા તેને જી. જી. હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. અન્ય એક ઘટના વાત કરવામાં આવે તો જામનગરમાં નંદનવન પાર્ક સોસાયટીના CCTV આવ્યા સામે આવ્યા જેમાં બે આખલાઓ બાખડતા મોટરસાયકલ ચાલકને ટક્કર મારી હતી.  જ્યારે  હાપા વિસ્તારમાં પણ એક સોસાયટીમાં દોડતી આવતી બે ગાયે યુવકને લીધો અડફેટે લીધો હતો.



 

તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊઠી રહ્યા છે

સ્માર્ટ સીટી અમદાવાદમાં પણ  રખડતા ઢોરનો આતંક  જોવા મળે છે. જો વાત કરવામાં આવે તો મે 2018મા કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમા એવુ જણાવામા આવ્યુ હતુ કે એક વર્ષમા રખડતા ઢોરની સમસ્યા દુર કરવામા આવશે પરંતુ આજે પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે.તત્કાલિન કમીશ્નર વિજય નહેરાએ પણ આ સમસ્યા દુર કરવા ડ્રાઇવ ચલાવાની વાત કરી હતી પરંતુ આજે પણ પરિસ્થિતિમા કોઇ સુધારો થયો નથી.



 

અનેકવાર તંત્રની સામે લાંલ આખ કરી 

પશુપાલક અને પશુઓની આોળખ માટેની RFID  ચિપ લગાવાની કામગીરી ગોકળગાયે ચાલી રહી છે. રખડતા ઢોરની  સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદીઓને સતાવી રહી છે. હાઇકોર્ટે પણ આ મુદ્દાને ગંભીર ગણી અનેકવાર તંત્રની સામે લાંલ આખ કરી છે. કોર્પોરેશને એવી ખાતરી આપી હતી કે એક વર્ષમાં રખડતા ઢોરની સમસ્યા દૂર થઈ જશે પણ તેનું પાલન થયું નથી. 



 

રોડ રસ્તા ઉપર મુશ્કેલી સર્જે છે ઢોર

હાલ સ્થિતિ એવી છે કે જાહેર માર્ગો પર ગાયો રસ્તા વચ્ચે બેસેલી કે દોડતી જોવા મળે છે. રસ્તા પરથી પસાર થતા હોઈએ ત્યારે અચાનક ગાય આવી જાય ત્યારે વાહનચાલક મુશેકેલીમા મુકાય છે. ગાયો ક્યારેક કારણે ક્યારે ઇજા પણ પહોંચે છે. રખડતો ઢોર ટ્રાફીક જામ કરે છે મહત્વનું છે કે તત્કાલિન કમીશ્નરે પણ એવી જાહેરાત કરી હતી કે સીટીને રખડતા ઢોર મુક્ત કરવામા આવશે, આ સંમસ્યા કોઇ પણ સંજોગોમા ચલાવી લેવાશે નહી. જોકે આ વાત કાગળ પર છે.  



 

ઢોરની સમસ્યા હલ કરવા RFID ટેગ લગાવવાનો નિર્ણય

શહેરનો વિકાસ થતા ગૌચર ઘટી રહી છે આ મુદો પણ રખડતા ઢોર માટે જવાબદાર  છે ત્યારે રખડતા ઢોરની  સમસ્યા હલ કરવા મહાનગરપાલિકા દ્વારા શહેર બહાર પશુઓ માટે હોસ્ટેલ બનાવવા ની વાત કરવામા આવી હતી પરંતુ  તે અંગે હજુ કોઈ અમલીકરણ કરાયુ નથી વિપક્ષે આ બાબતે ટીકા કરી છે. રખડતા ઢોરની સમસ્યા હલ કરવા તંત્ર દ્વારા પશુઓમાં RFID ટેગ લગાવવાનો નિર્ણય કર્યો હતો .આ ચીપમા પશુની સાશે તેના  માલીકની સઘળી માહિતી હોવાથી પશુ કોનુ છે કેટલીવાર પકડાયુ છે બધી વિગતો મળી જાય છે. વર્ષ 2020 સુધીમા આ કામગીરી પુર્ણ કરવાની હતી પરંતુ તે પુર્ણ થઇ શકી નથી. 

ઢોર પકડવાની કામગીરીની વાત માત્ર કાગળ પર 

શહેરમાં 50 હજાર પશુધન નોંધાયેલા હતા અને નવા વિસ્તારો ભળતા આ અંક 70 હજારે પહોંચ્યો છે તો બીજી તરફ RFID ટેગ માત્ર 34 હજાર પશુઓમાં લગાવવા માં આવ્યો છે એટલેકે હજુ મોટી સંખ્યામાં ટેગ લાગવાના બાકી છે.આ માટે કોરોનાનુ બહાનુ આગળ ધરી દેવામા આવ્યુ છે. કોરોનાને કારણે આ કામગીરી થઇ ન શકતા હવે ચીપ લગાવાની કામગીરી આવતા વર્ષે પુર્ણ થશે ઢોર પકડવાની કામગીરીની વાત કરવામાં આવે 



 

રખડતા ઢોર અંગે સઘન કાર્યવાહી ક્યારે?

2019 ના વર્ષ માં ગાયો  દ્વારા હુમલા ના કેસો બનતા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર અંગે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ કોઈ નક્કર કામગીરી નહીં કરતાં શહેરના માર્ગો પર રખડતી ગાયો જોવા મળે છે થોડા સમય પહેલા જ ઢોરવાડામાંથી પશુઓ ગાયબ થવાની ફરિયાદ ઉઠી હતી તો આમ પણ ગાય છોડાવવા ના મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા રહે છે ત્યારે કોર્પોરેશન ઢોર અંકુશ ખાતુ યોગ્ય કામગીરી કરે તે જરૂરી છે.જો તંત્ર તેની કામગીરી કરતુ હોય તો રસ્તા પર ગાય શા માટે રખડી જોવા મળે છે તે સવાલ શહેરીજનો કરી રહ્યા છે.



 

રાજકોટમાં પણ રખડતા ઢોરથી પ્રજા ત્રાહિમામ

રાજકોટ શહેર આમતો સ્માર્ટ સીટી બની રહ્યું છે પણ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે, શહેરના અનેક વિસ્તારોમાં પશુઓ નો ત્રાસ છે આવી જ પરિસ્થિતિ શહેરના કરણપરા વિસ્તારની શહેર ના કરણપરા વિસ્તારમાં રોડ પર પશુઓ જોવા મળી રહ્યા છે મોટી વાત તો એ છે કે આ વિસ્તાર મહાનગરપાલિકા થી માત્ર 500 મીટર દૂર છે જોકે પરિસ્થિતિ ખરાબ છે આ વિસ્તારમાં અનેક હોલસેલ વેપારીઓ છે કે જે પોતાનો વેપાર કરે છે બીજી તરફ રસ્તો સાંકળો હોવાને લીધે ક્યારેક ટ્રાફિક ની પણ સમસ્યા છે, આ વિસ્તારમાં અમુક લોકો પોતાની માલિકીના પશુઓ પણ રસ્તા પર રાખે છે જોકે મનપા દ્વારા એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે પરંતુ પુરી સુવિધા ન હોવાને લીધે લોકો પશુઓ ને ત્યાં મોકલતા નથી

વડોદરામાં પણ ઢોરને કારણે બાઈક સવારનું મોત

વડોદરા શહેર ના નાગરીકો રખડતા ઢોરોથી પરેશાન છે વિટીવી ના કેમેરા મા પણ રખડતા ઢોર કેદ થયા છે તેમ છતાં કોર્પોરેશન ના અધિકારીઓ ને આ ઢોર દેખાતા નથી એ મોટી વાત છે ડભોઈના દોદી ભાગોળ વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસને કારણે  બાઈક સવારનું મૃત્યુ નિપજ્યું હતું જોકે આખો મામલો ઢોર પાર્ટી અને પશું માલિકો વચ્ચેની સાંઠગાડના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



નવસારીમાં ઢોરની અડફેટે વિદ્યાર્થીનું મૃત્યુ

નવસારીમાં રખડતા ઢોરની અડફેટે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. ખડસુપા વિસ્તારના BCOMના 20 વર્ષીય વિદ્યાર્થી વિશાલ હળપતિનું કાલિયાવાડી પાસે અકસ્માતમાં મૃત્યું થયું છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. શહેરમાં અગાઉ રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે,રખડતા ઢોરોની સમસ્યાએ નાથવા તંત્ર નિષ્ફળ સાબિત થયું હોય તેવું લાગી રહ્યું છે.

સુરતમાં ઢોરના કારણે લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

સુરતમાં રસ્તા પરના ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં સૌથી વધુ ઢોરના કારણે ભટાર, અલથાણ, પાલનપુર રોડ, પાલ વિસ્તારમાં ત્રાસ છે. સ્થાનિક લોકોએ અનેક વખત ઢોરને પકડવા માટે મામલે તંત્રમાં ફરિયાદ કરી છે. રસ્તા પર ઢોર આવતા અનેક વખત અકસ્માતની ઘટના પણ બની છે. અનેક વખત ઢોરના હુમલાના કારમે લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. અગાઉ ઢોર પકડવા આવતા લોકો પર હુમલા થયા છે. હુમલાના ડરે તંત્ર કામગીરી ન કરતુ હોવાનું લોકોએ આક્ષેપ કર્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ