ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / people ordering condoms sanitary napkins menstrual cups and tampons in bulk on swiggy instamart

ચોંકાવનારા આંકડા / ઓનલાઈન કંડોમ ઓર્ડર કરવામાં મુંબઈ સૌથી આગળ, એક વર્ષમાં 570 ગણો વધારો, કેવી કેવી ચીજો મંગાવી જુઓ

Published By: Pravin

Last Updated: 09:29 AM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લોકો ઝડપથી ગ્રોસરી સર્વિસ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન સામાન મગાવી રહ્યા છે. શાકભાજીથી લઈને ઈંડા, કંડોમ હોય અથવા તો સેનેટરી નેપકિન, બધુ ઓનલાઈન મગાવી રહ્યા છે.

ADVERTISEMENT

  • ઓનલાઈન સામાન મગાવામાં લોકોને વધારે રસ
  • આ શહેરમાં લોકો વિવિધ પ્રોડક્ટના ઓર્ડર કર્યા
  • મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં ઓનલાઈન ઓર્ડર વધ્યા

આજકાલ લોકો ઝડપથી ગ્રોસરી સર્વિસ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન સામાન મગાવી રહ્યા છે. શાકભાજીથી લઈને ઈંડા, કંડોમ હોય અથવા તો સેનેટરી નેપકિન, બધુ ઓનલાઈન મગાવી રહ્યા છે. આ ગ્રોસરી પ્લેટફોર્મ પર આવી રહેલા ઓર્ડર્સ જોઈને આપ ચોંકી જશો. સ્વિગી ઈંસ્ટામાર્ટે જૂન 2021થી જૂન 2022ની વચચ્ચે 90 લાખથી વધઆરે યુઝર્સને સેવા આપી છે. એ જણાવે છે કે, કેવી રીતે ક્વિક કોમર્સની ડિમાન્ડ વધી રહી છે. આ ડિમાંડ બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી અને ચેન્નઈ જેવા મેટ્રોલ શહેરોમાં સૌથી વધારે આવી રહી છે. 

ઓનલાઈન કંડોમ મગાવામાં મુંબઈ સૌથી આગળ

ગ્રાહક ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા હેલ્થકેર પ્રોડક્ટ્સ પણ માગી રહ્યા છે. સ્વિગી ઈંસ્ટામાર્ટ પર કંડોમ ઓર્ડર કરવામાં મુંબઈ સૌથી આગળ રહ્યું છે. મુંબઈવાળા છેલ્લા 12 મહિનામાં 570 ગણા વધારે કંડોમ ઓર્ડર કરી રહ્યા ચે. છેલ્લા એક વર્ષમાં ઈંસ્ટામાર્ટ પર લગભગ 20 લાખ સેનેટરી નેપકિંન્સ, મેન્સ્ટ્રુઅલ કપ અને ટેમ્પોનના ઓર્ડર આવ્યા છે. 

બે વર્ષમાં ડિલીવર કર્યા 5 કરોડ ઈંડા

આ ક્વિક કોમર્સ પ્લેટફોર્મે છેલ્લા બે વર્ષમાં 5 કરોડ ઈંડા ડિલીવર કર્યા છે. જૂન 2021થી જૂન 2022ની વચ્ચે બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સૌથી વધારે ઈંડા ઓર્ડર થયા છે. આ ત્રણ શહેરમાં દર એકમાંથી સરેરાશ 60 લાખ ઈંડાના ઓર્ડર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, બેંગલુરુ અને હૈદરાબાદના ગ્રાહકોએ નાશ્તા માટે સૌથી વધારે ઈંડા ઓર્ડર કર્યા છે. જ્યારે મુંબઈ, જયપુર અને કોયંબતૂરના લોકોએ ડિનરના સમયે સૌથી વધારે ઈંડા ઓર્ડર કર્યા છે. 

ડિનર ટાઈમમાં આ પ્રોડક્ટ કર્યા ઓડર

જૂન 2021થી જૂન 2022ની વચ્ચે લોકોએ નૂડલ્સનો ખૂબ ઓર્ડર કર્યો છે. સ્વિગી ઈંસ્ટામાર્ટે બેંગલુરુ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નઈમાં ઈંસ્ટેટ નૂડલ્સના 56 લાખથી વધારે પેકેટ ડિલીવર કર્યા. આ પ્લેટફોર્મ પર રેડી ટૂ ઈટ ઉપમા અને પૌઆ પણ ખૂબ લોકપ્રિય પ્રોડક્ટ છે. બેંગલુરુ, મુંબઈ અને દિલ્હીવાળઆએ ડિનર ટાઈમમાં આ પ્રોડક્ટ સૌથી વધારે ઓર્ડર કરી છે. 

ચા કોફીના ઓર્ડરમાં 20000 ટકાનો વધારો

પેય પદાર્થોના ઓર્ડરમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારે વધારો જોવા મળ્યો છે. ચા અને કોફી બંનેના ઓર્ડરમાં 2000 ટકાનો વધારો થયો છે. તો વળી દૂધના 3 કરોડ ઓર્ડર આવ્યા છે. બેંગલુરુ અને મુંબઈવાળાએ સવારના સમયમાં સૌથી વધારે ઓર્ડર કર્યા છે. ડેરી આઈટમમાં ટોપ થ્રી પ્રોડ્ક્ટમાં રેગ્યુલર મિલ્ક, ફુલ ક્રીમ મિલ્ક અને ટોંડ મિલ્ક હતા.

રાતના 10 વાગ્યા બાદ આઈસ્ક્રીમના ઓર્ડર

લોકોએ ગરમીથી છૂટકારા માટે આઈસ્કીમ પણ ખૂબ ખાધા છે. એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે આઈસ્ક્રીમના ઓર્ડરમાં 42 ટકાનો ઉછાળો આવ્યો. મેટ્રો સિટીઝમાં આઈસ્ક્રીમના ઓર્ડર રાતના 10 વાગ્યાથી સૌથી વધારે આવ્યા. ગરમી દરમિયાન હૈદરાબાદમાં તાપમાનમાં સૌથી વધારે હાઈએસ્ટ રહ્યું. આ જ કારણ છે ક, અહીંના લોકએ 27000થી વધારે જ્યૂસની બોટલ ઓર્ડર કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Condoms Sanitary Napkins menstrual cups swiggy instamart ONLINE ORDER

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ