Team VTV10:11 AM, 06 Mar 22
| Updated: 10:32 AM, 06 Mar 22
બુધ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં પ્રવેશ કરવાનાં છે, જેથી આ 5 રાશિના જાતકોને ખૂબ જ લાભ થશે.
આજે બુધ બદલશે રાશિ
કુંભમાં કરશે પ્રવેશ
5 રાશિનાં જાતકોની ચમકશે કિસ્મત
બુધનું રાશિ પરિવર્તન
જ્યોતિષ શાસ્ત્રમાં બધાજ ગ્રહોનું એકસરખું મહત્વ હોય છે. આવામાં કોઈપણ ગ્રહનું રાશિ પરિવર્તન બધી જ રાશિનાં જાતકો પર સારી- ખરાબ અસર કરે છે. આજે આપણે બુધ ગ્રહના રાશિ પરિવર્તન વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક, સંવાદ, વ્યાપારનાં કારક ગ્રહ માનવામાં આવતા બુધ આજે એટલે કે 6 માર્ચ, 2022નાં રોજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે, જે 5 રાશિનાં જાતકોને તગડો ફાયદો પહોંચાડશે. આ રાશિનાં જાતકો પર બુધની કૃપાથી ખૂબ જ પૈસો મળશે, સાથે જ કરિયરમાં પણ કામિયાબી મળશે.
આ રાશિનાં જાતકોની ચમકશે કિસ્મત
મેષ રાશિ (Aries)
મેષ રાશિનાં જાતકોને ધન લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કારોબારમાં પણ ફાયદો થશે. સાહસ તથા પરાક્રમ વધશે. સન્માન મળશે. દરેક કામમાં કિસ્મતનો સાથ મળશે. આ સમય જોબ તથા બીઝનેસ માટે અત્યંત શુભ છે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે.
મિથુન રાશિ (Gemini)
મિથુન રાશિનાં જાતકો માટે બુધનું ગોચર નોકરી-વ્યાપાર માં ખૂબ જ ધનલાભ અપાવશે. મેરીડ લાઈફ સારી રહેશે. આ સમય કરવામાં આવેલ કામમાં સફળતા મળશે. ઘણી નોકરીની ઓફર્સ આવશે. પ્રમોશન મળવાના યોગ છે. જે લોકો નવું કામ શરુ કરવા માંગે છે તેમના માટે આ સમય સારો છે.
વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિનાં જાતકોને કરિયરમાં જોરદાર ફાયદો થશે. બેરોજગાર લોકોને તથા નોકરીની તલાશ કરી રહેલા લોકોની રાહ પૂરી થશે. કોન્ફીડંસ વધશે. ધન લાભ થશે. રોકાણ માટે સમય સારો છે.
ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિનાં જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. પૈસા આવવાના નવા રસ્તાઓ બનશે. સેલરી વધશે. કરિયરમાં સફળતા તથા સમ્માન વધશે. કહી શકાય છે કે આ સમય તમારા ઘણા અટકાયેલ કામ પૂરા કરશે.
મીન રાશિ (Pisces)
મીન રાશિનાં જાતકો માટે આ સમય વરદાનરૂપ છે. નોકરીમાં પ્રમોશન અથવા કોઈ મોટી ઉપલબ્ધિ મળવાની પૂરી સંભાવના છે. ફેમિલી લાઈફ સારી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.