બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / ધર્મ / Paush Putrada Ekadashi 2023 do and don'ts

ધર્મ / સંતાનને સંકટોથી બચાવે છે પોષ પુત્રદા એકાદશી વ્રત, આજે ભૂલથી પણ ન કરો આ ભૂલો

Arohi

Last Updated: 02:08 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 જાન્યુઆરી 2023 એટલે કે આજે નવા વર્ષની પ્રથમ એકાદશી છે. આજે પોષ પુત્રદા એકાદશીનું વ્રત છે. જાણો પોષ પુત્રદા એકાદશીના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેના ઉપાયો શું છે.

  • આજે છે નવા વર્ષની પ્રથમ એકાદશી
  • જાણો કઈ વાતોનું રાખશો ધ્યાન 
  • સંતાનને સંકટોથી બચાવે છે પોષ પુત્રદા એકાદશી વ્રત

2 જાન્યુઆરી, 2023 એટલે કે આજે નવા વર્ષની પ્રથમ એકાદશી છે. આજે પોષ પુત્રદા એકાદશીનું વ્રત છે. આ વ્રત સંતાન પ્રાપ્તિ, બાળકનું સાર્થક ભવિષ્ય અને તેને મુશ્કેલીઓમાંથી બચાવવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે. આ વ્રતમાં સૃષ્ટિના પાલનહાર પરમેશ્વર શ્રી વિષ્ણુજીની વિધિ-વિધાન સાથે પૂજા કરવાનું વિધાન છે. 

પદ્મ પુરાણ અનુસાર આ વ્રત કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોમાં, પોષ પુત્રદા એકાદશીને 'વૈકુંઠ એકાદશી', 'સ્વર્ગવથિલ એકાદશી' અથવા 'મુક્તકોટી એકાદશી' તરીકે ઉજવવામાં આવે છે. એકાદશી વ્રતના કેટલાક નિયમો છે. 

એવું માનવામાં આવે છે કે જો ઘરમાં કોઈ એકાદશીનું વ્રત કરે છે તો પરિવારના સભ્યોએ પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ, નહીં તો સાધકને વ્રતનું ફળ નહીં મળે. જાણો પોષ પુત્રદા એકાદશીના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને તેના ઉપાયો શું છે.

પુત્રદા એકાદશી વ્રતના પારણાનો સમય 
3 જાન્યુઆરી 2023, 7:14- 9:18 

પોષ પુત્રદા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો 

  • એકાદશી પર વાળ, નખ ન કાપવા જોઈએ, કહેવાય છે કે તેનાથી ગ્રહદોષ થાય છે. સાથે જ વિષ્ણુની ભક્તિની હાની થાય છે.
  • શાસ્ત્રોમાં એકાદશી પર ભાત રાંધવા અને ખાવાને પાપ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, એકાદશીના દિવસે મહર્ષિ મેધાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે પોતાનું શરીર ધરતી પર ત્યાગ કરી દીધું હતું. બાદમાં તેઓએ ચોખા અને જવના રૂપમાં પૃથ્વી પર જન્મ લીધો. એકાદશી પર આ વસ્તુઓનું સેવન કરવું એ જીવનું સેવન કરવા જેવું માનવામાં આવે છે.
  • એકાદશી પર માંસ-દારૂ અને તામસિક ભોજન કરવાથી લક્ષ્મી ક્રોધિત થાય છે અને સાધક દરિદ્રતાના માર્ગે આવે છે.
  • આ દિવસે તુલસી ન તોડો કારણ કે આ દિવસે ફૂલ-પાન તોડવાની મનાઈ હોય છે. 

પોષ પુત્રદા એકાદશી ઉપાય 

  • લગ્નના ઘણા વર્ષો પછી પણ જો સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે તો એકાદશીના દિવસે ખાસ કરીને ગાય અને વાછરડાની સેવા કરવી. વર્ષની પહેલી એકાદશીથી આવનાર એકાદશી જરૂર કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની કૃપાથી નિઃસંતાન દંપતીની મનોકામના પૂર્ણ થાય છે.
  • પિતૃદોષના કારણે ઘણી વખત સંતાન સુખ નથી મળતું. એકાદશીના દિવસે પીપળની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો. તેમને દાન આપો. એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સાધકની સંતાન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂરી થાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ