બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / Patwari of the Revenue Department in Katni allegedly swallowed a bribe amount of Rs 4500

હવે નહીં ખાય રુપિયા / VIDEO : તલાટીને ઓકાવીને કઢાઈ લાંચની રકમ, 4500 રુપિયા ખાઈ ગયો હતો, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 05:54 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના એક તલાટીએ પોલીસની બીકથી લાંચમાં મળેલી 4500 રુપિયાની ચલણી નોટો ગળી ગયો હતો જોકે પોલીસે તેને ઓકાવી કાઢી હતી.

  • મધ્યપ્રદેશના કટનીનો તલાટી 4500ની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો
  • લોકાયુક્ત ટીમને જોઈને ગળી ગયો ચલણી નોટો
  • હોસ્પિટલમાં લઈ જઈને કઢાવવી પડી નોટો 

તલાટીનો વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસે તેની મોં સામે બાઉલ રાખીને ચલણી નોટો કઢાવી રહેલી જોઈ શકાય છે. હકીકતમાં તલાટી મહાશયે ગામના એક ખેડૂત પાસેથી કોઈ કામ પાસ કરાવવા માટે 4500 રુપિયાની લાંચ લીધી હતી. 

લાંચ લેતા લોકાયુક્ત રંગે હાથે પકડ્યો હતો  
મધ્યપ્રદેશના કટની જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પટવારીએ પોતાનું મોઢું ખુલ્લું રાખીને લાંચના પૈસા ચાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પટવારીને લાંચ લેતા સમયે લોકાયુક્તની ટીમે રંગેહાથ પકડી પાડ્યો હતો. જે બાદ તેણે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાંચના પૈસા મોઢામાં ચાવીને ગળી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

લોકાયુક્તની ટીમે હોસ્પિટલમાં ઓકાવી કાઢી ચાવેલી નોટો 
કટનીના હલ્કા ગામના તલાટી ગજેન્દ્ર સિંહે એક જમીનના કેસમાં ફરિયાદી ચંદનસિંહ લોધી પાસે 4500 રૂપિયાની લાંચ માંગી હતી. ચંદન સિંહ લોધીએ આ અંગે લોકાયુક્ત જબલપુરને ફરિયાદ કરી હતી, ત્યારબાદ લોકાયુક્તની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાંચ લેતા પટવારીની રંગેહાથ ધરપકડ કરી હતી આ જોઈને તે નોટો ગળી ગયો હતો પરંતુ લોકાયુક્તની ટીમ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી અને ઘણી મહેનત બાદ તલાટી ગજેન્દ્રસિંહે લાંચની ચાવેલી નોટો બહાર કાઢી હતી. 

તલાટી દ્વારા લાંચ ખાવી સામાન્ય ઘટના
ઉલ્લેખનીય છે કે તલાટી દ્વારા લાંચ લઈને કામ કરવાની ઘટનાઓ સામાન્ય છે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આ ઘટનામાં પણ આવું બન્યું છે એતો સારુ થયું કે જાગૃત નાગરિકે તરત પોલીસમાં ફરિયાદ કરી દીધી અને લાંચિયો તલાટી ઝડપાઈ ગયો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ