બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patchwork was done at 535 places in last 11 days in Ahmedabad

જાગ્યા ત્યાંથી સવાર / તંત્રને હવે રસ્તા યાદ આવ્યા, છેલ્લા 11 દિવસમાં 535 સ્થળોએ પેચવર્ક કરાતા અમદાવાદીઓએ અનુભવ્યો હાશકારો

Malay

Last Updated: 04:01 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં વરસાદના કારણે ઠેર-ઠેર ખાડા પડ્યા, તંત્ર દ્વારા આ ખાડા પૂરવા માટે પેચવર્કની કામીગીરી યુદ્ધસ્તરે હાથ ધરાઈ, પશ્ચિમ ઝોનમાં 11 દિવસમાં 220 સ્થળે ખાડા પુરાયા.

  • ડામર અને પાણી વચ્ચેના વેરથી રોડ પર ખાડા
  • તંત્રએ ખાડા પૂરવા પેચવર્કની કામગીરી હાથ ધરી
  • પશ્ચિમ ઝોનમાં 11 દિવસમાં 220 સ્થળે ખાડા પુરાયા
  • છેલ્લા 11 દિવસમાં 535 સ્થળોએ પેચવર્ક
  • સ્થાનિક રહેવાસીઓએ હરખની લાગણી વ્યક્ત કરી

ડામર અને પાણી વચ્ચેનાં વેરના કારણે દર ચોમાસામાં શહેરના રોડને ઓછા-વધતા પ્રમાણમાં ઘસારો લાગે છે. વરસાદની ઋતુ આવે એટલે કે અમુક રોડમાં રકાબી આકારના ખાડા પડી જતા હોય છે. કેટલાક રોડ વોરન્ટી પિરિયડ બહારના હોય તો તે ધોવાય છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં પણ રોડ પરના ખાડા પૂરવાની કામગીરી સતત હાથ ધરાતી રહી છે. તંત્ર જે તે રોડના ખાડાને પૂરવાની કામગીરીમાં ધમધમાટ કરતું હોઈ એકલા પશ્ચિમ ઝોનમાં છેલ્લા 11 દિવસમાં 220 જેટલા રોડમાં પેચવર્કનાં કામ કરાયાં હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના રસ્તા ખખડધજ : રસ્તા રિપેરિંગની જાહેરાત બાદ પણ એની એજ સ્થિતિ,  લોકોને થયા કમરના દુઃખાવા | Jamnagars roads are bumpy Even after the  announcement of road repairs

ખાડા પૂરવા પેચવર્કની કામગીરી હાથ ધરાઈ
રોડ પર ખાડા પડે તો સ્વાભાવિકપણે ટુ વ્હીલરચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. નાના-મોટા ખાડામાં ટુ વ્હીલરચાલક જાણે-અજાણે જો ખાડામાં પાણી ભરાયું હોય અને પટકાય તો ઈજાગ્રસ્ત પણ બને છે. દર ચોમાસામાં રોડ પરના ખાડા ટુ વ્હીલરચાલકોને તોબા પોકારતા આવ્યા છે. ચાલુ ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં મેઘમહેર થવાથી અત્યાર સુધીમાં સાડા પંદર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદનું પ્રમાણ સારું એવું હોવાથી સ્વાભાવિકપણે ડામર અને પાણી વચ્ચેના વેરથી રોડ પર ખાડા નજરે પડી રહ્યા છે. તંત્ર દ્વારા આ ખાડા પૂરવા માટે પેચવર્કનાં કામો યુદ્ધસ્તરે હાથ ધરાઈ રહ્યાં છે.

પશ્ચિમ ઝોનમાં 220થી વધુ રોડમાં કરાયું પેચવર્ક
રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે, ગત તા. 27 જૂનથી તા. 6 જુલાઈ સુધીના 11 દિવસમાં એકલા પશ્ચિમ ઝોનમાં 220થી વધુ રોડમાં પેચવર્કના કામ સફળતાપૂર્વક આટોપી લેવાયાં છે. અન્ય ઝોનમાં પણ જ્યાં જ્યાં ફરિયાદ મળી છે ત્યાં ત્યાં હોટમિક્સ, ઇન્ફ્રારેડ અને જેટપેચર્સ મશીનની મદદથી ખાડા પૂરીને જે તે રોડને મોટરેબલ બનાવવાની દિશામાં તંત્રને કડક તાકીદ કરાઈ છે. 

અમદાવાદમાં તંત્રને હવે રસ્તા યાદ આવ્યા: પેચવર્ક અને રિસરફેસિંગ માટે અપાયો  આદેશ, સફાઇ કામમાં પણ તેજી | The Standing Committee of Ahmedabad Municipal  Corporation took an ...

આ વિસ્તારમાં પુરાયા ખાડા
પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં જીએસઆરટીસી બસ સ્ટેન્ડ સામે, ઇન્કમટેક્સ બ્રિજનો એપ્રોચ, સુભાષ સર્કલ પાસે, કલેક્ટર ઓફિસ સામે, નાબાર્ડ બેન્ક પાસે, શાહ હોસ્પિટલ પાસે, ભીમજીપુરા જ્યોતિસંઘ પાસે, ભીમજીપુરા મોજણીભવન પાસે, વંદે માતરમ્ ગાર્ડન, ભાવસાર હોસ્ટેલ, રામપીર ટેકરા પાસે, એમપીની ચાલી, ગુરુ ભગવાનની ચાલી, કેશવનગર, રાઉન્ડ ટેબલ સ્કૂલ પાસે, પાર્થ એપાર્ટમેન્ટ - બિન્દુ પાર્ક, આરટીઓ સર્કલ, ચીમનભાઈ બ્રિજ પાસે, સૂર્યનારાયણ સોસાયટી, બેન્ક ઓફ ઇન્ડિયા પાસે, વાડજ ગામ, ચંદ્રભાગા હાઉસિંગ, કેશવનગર સોસાયટી, વાડજ સર્કલ, નીલ કોમ્પ્લેક્સ, પંચશીલ ટ્યૂબવેલ ખાતે પેચવર્કની કામગીરી કરાઈ છે. જ્યારે વાસણા વોર્ડમાં અંજલિ ચાર રસ્તાથી ચંદ્રનગર બીઆરટીએસ કોરિડોરનો મિક્સ ટ્રાફિક, શ્રેયસ બ્રિજ નીચે, ગુપ્તાનગર, ચામુંડાનગર, ખોડિયાર ચાલી, વાસણા ગામ બસસ્ટેન્ડ પાસે, પ્રજાપતિ ગાર્ડન પાસે, પી એન્ડ ટી કોલોની રોડ અને જીબી શાહ કોલેજ રોડ ખાતેના ખાડા પૂરી દેવાયા છે. પાલડી વોર્ડમાં કલ્યાણ જ્વેલર્સ પાસે, છડાવાડ પોલીસ ચોકીથી ભુદરપુરા રોડ, કોચરબ ગામ, પરિમલ અંડરપાસ, ઝૂડિયો શો રૂમ પાસે, વિશાલ ફ્લેટથી નિકેત ફ્લેટ સુધીનો રોડ, પાલડી ચાર રસ્તા ઉડિપી રેસ્ટોરાં પાસે, પાલડી ચાર રસ્તાથી એનઆઇડી જંક્શન સહિતનાં સ્થળોએ પડેલા ખાડામાં પેચવર્કનું કામ કરાયું છે.  નારણપુરામાં સુંદરનગર, વિજય કોલોની, અંકુર ચાર રસ્તા સહિતના 50થી વધુ સ્થળોએ, નવરંગપુરામાં મીઠાખળી ગામ, ગુલબાઈ ટેકરા, ઈશ્વરભુવન રોડ સહિતનાં 48થી વધુ સ્થળોએ, રાણીપમાં ગીતા મેડિકલ સ્ટોર, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી સહિતનાં 10 સ્થળોએ, સાબરમતીમાં પાવર હાઉસથી વિસત રોડ, નર્સરી રોડ સહિતનાં આઠ સ્થળો, ચાંદખેડામાં માનસરોવર રોડ, ન્યૂ સીજી રોડ સહિત આઠ સ્થળોએ, નવા વાડજમાં વાડજ ગામ, શાક માર્કેટ, ભીમજીપુરા સર્કલ સહિત 10 સ્થળોએ પેચવર્કનાં કામ કરાયાં હોવાનું રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે.

લોકોએ હાશકારો અનુભવ્યો
ગત તા. 27 જૂનથી 6 જુલાઈ સુધીના 11 દિવસમાં મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના વિવિધ રોડ પર પડેલા ખાડાને પેચવર્કથી પૂરવાની કામગીરી હેઠળ આવા કુલ 535 સ્થળોએ પેચવર્કનું કામ પૂર્ણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે. તંત્રના આ ધમધમાટથી સ્થાનિક રહેવાસીઓએ હરખની લાગણી વ્યક્ત કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ