બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / Parliament Special session 2023: Women Reservation bill has provided 33% reservation to women in loksabha and vidhansabha

વિશેષ સત્ર / મહિલા અનામત બિલ: 33 બેઠકો રિઝર્વ, 15 વર્ષ સુધીની લિમિટ... 2024 નહીં, જાણો કયા વર્ષે લાગુ થશે નવી વ્યવસ્થા

Vaidehi

Last Updated: 04:54 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Women Reservation bill: કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કર્યું. આ બિલને 'નારી શક્તિ વંદન અધિનિયમ' નામ આપવામાં આવ્યું છે. જાણો આ બિલનાં તમામ મહત્વનાં મુદાઓ.

  • કાનૂનમંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂ કર્યું બિલ
  • મહિલા આરક્ષણ બિલમાં 33% સીટોનાં આરક્ષણની વાત
  • 181 સીટ મહિલાઓ માટે આરક્ષિત થશે

નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીમાં સરકારે પ્રથમ બિલ રજૂ કર્યો છે. પહેલો જ બિલ મહિલા આરક્ષણ સંબંધિત છે. તેને 'નારી શક્તિ વંદન અધિનિયમ' નામ આપવામાં આવ્યું છે. કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ રજૂ કર્યું જેમાં લોકસભા અને વિધાનસભામાં 33% સીટો મહિલાઓ માટે આરક્ષિત કરવાનું પ્રાવધાન છે. જો આ બિલ પાસ થાય છે તો હવે લોકસભા અને વિધાનસભામાં દર ત્રીજી સદસ્ય મહિલા હશે.

મહિલા આપક્ષણ બિલનાં મહત્વનાં મુદાઓ

વધુ સીટો મહિલાઓને મળશે

  • લોકસભામાં હાલમાં 82 મહિલા સદસ્યો છે. આ બિલ કાયદો બનશે ત્યારે લોકસભામાં મહિલા સદસ્યો માટે 181 સીટ રિઝર્વ થઈ જશે.
  • આ બિલમાં બંધારણનાં અનુચ્છેદ 239AA અંતર્ગત રાજધાની દિલ્હીની વિધાનસભામાં પણ મહિલાઓને 33% આરક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે હવે દિલ્હી વિધાનસભાની 70માંથી 23 સીટો મહિલા માટે આરક્ષિત રહેશે.
  • રાજ્યોની વિધાનસભાઓમાં પણ 33% આરક્ષણ મળશે.

કેટલા સમય સુધી આ આરક્ષણ રહેશે?

  • આ બિલ અંતર્ગત લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે આરક્ષણ 15 વર્ષ સુધી મળશે. 15 વર્ષ બાદ મહિલાઓને આરક્ષણ આપવા માટે ફરી બિલ લાવવું પડશે.

SC/SC મહિલાઓ
SC/SC મહિલાઓને અલગથી આરક્ષણ નહીં મળે. એટલે કે લોકસભા અને વિધાનસભામાં જેટલી સીટો SC/ST વર્ગ માટે આરક્ષિત છે તેમાંથી જ 33% સીટ મહિલાઓને મળશે. સામાન્ય ભાષામાં સમજીએ તો હાલમાં લોકસભામાં 84 સીટો SC અને 47 સીટો ST માટે આરક્ષિત છે. કાયદો બન્યા બાદ 84 SC સીટો માંથી 28 સીટો SC મહિલાઓ માટે જ્યારે 47 ST સીટોમાંથી 16 ST મહિલાઓ માટે રહેશે.

OBC મહિલાઓ
લોકસભામાં ઓબીસી વર્ગ માટે અલગ આરક્ષણ નથી તેથી SC-STની આરક્ષિત સીટોને હટાવી દીધા બાદ લોકસભામાં 412 સીટો બચે છે. આ સીટો પર સામાન્યની સાથે સાથે ઓબીસી ઉમેદવાર પણ લડે છે. એ હિસાબથી 137 સીટ સામાન્ય અને ઓબીસી વર્ગની મહિલાઓ માટે રહેશે.

રાજ્યસભામાં નહીં મળે આરક્ષણ
રાજ્યસભા અને જે રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે ત્યાં મહિલા આરક્ષણ લાગૂ નહીં પડે. જો આ બિલ કાયદો બને છે તો તે માત્ર લોકસભા અને વિધાનસભા પર જ લાગૂ થશે.

રોટેશનની વ્યવસ્થા
સંસદ અને વિધાનસભાની સીટોમાં મહિલા આરક્ષણ રોટેશનલ આધાર પર લાગૂ થશે. એટલે કે એક કાર્યકાળ પૂર્ણ થયા બાદ બીજા કાર્યકાળમાં મહિલાઓ માટે આરક્ષિત થયેલ સીટોને બદલવામાં આવશે. પરિણામે દેશભરની લોકસભા અને વિધાનસભાની સીટો પર મહિલાઓને ચૂંટાઈને આવવાનો મોકો મળશે.

ક્યારે લાગૂ થશે બિલ?
જો આ બિલ કાયદો બની ગયો તો તેને લાગૂ થવામાં સમય લાગશે. 2026 બાદ દેશમાં લોકસભા સીટોનું સીમાંકન થશે જે બાદ આ કાયદો લાગૂ થશે. એટલે કે 2024ની ચૂંટણી સમયે આ કાયદો લાગૂ નહીં થઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ