બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / paresh-dhanani-tweeted-to-party-leaders-i-am-not-harmful

NULL / પરેશ ધાનાણીએ ટ્વીટ કરી પક્ષના નેતાઓને આપ્યો જવાબ 'હું હાનીકારક નથી'

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમરેલીઃ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ રહ્યું છે. તેવા માહોલમાં પક્ષમાં જ સિનિયોરિટીને લઈને છુપો વિવાદ ઉભો થયો છે. ત્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને પક્ષના જ નેતાઓને આડકતરી રીતે જવાબ આપ્યો છે.

પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખ્યું છે કે 'પદ' હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતિક નહીં. એટલે જ ચૂંટણીમાં હરીફાઈ હોય અને 'પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ 'પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.! હું હાનીકારક નથી. જોકે પરેશ ધાનાણીએ અન્ય એક ટ્વીટ પણ કરી જાતિવાદના નામે પક્ષના કેટલાક નેતાઓ પર નિશાન સાધ્યું હતું.

બીજુ ટ્વીટ કરતા પરેશ ધાનાણીએ લખ્યું કે ખબરદાર કોઈએ પણ જાતિ અને ધર્મના નામે રાજકીય રોટલા શેકવા માટે વર્ણ અને વર્ગને વિભાજીત કરનારી શક્તિઓને સમર્થન આપવું જોઈએ નહીં. હું અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી વિચારધારાનો ગુજરાતી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ અનુભવુ છું.! 

ટ્વીટ-1 
`પદ' હંમેશા સામૂહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં.. એટલે જ ચૂંટણીમાં હરીફાઈ હોય અને `પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ..પણ `પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનિકારક નિવડે છે.! @ હું હાનિકારક નથી.- પરેશ ધાનાણી ધારાસભ્ય કોંગ્રેસ  

ટ્વીટ-2 
ખબરદાર કોઈએ પણ જાતિ અને ધર્મના નામે રાજકીય કોટલા શેકવા માટે વર્ણ અને વર્ગને વિભાજીત કરનારી શિ~તઓને સમર્થન આપવું જોઈએ નહીં.. હું અઢારેય વર્ણનો અવાજ બનનારી કોંગ્રેસી વિચારધારાનો ગુજરાતી કાર્યકર્તા હોવા માત્રનું ગૌરવ અનુભવુ છું.! - પરેશ ધાનાણી ધારાસભ્ય કોંગ્રેસ 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ