બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parasottam Rupala's Statement on Lumpy Virus

રાહતના સમાચાર / 'ગુજરાતના 15 જિલ્લાઓમાં ડેથ રેટ શૂન્ય, કેન્દ્ર સરકાર રાખી રહી છે સતત નજર', લમ્પી વાયરસને લઈને પરસોત્તમ રૂપાલાનું નિવેદન

Vishnu

Last Updated: 02:32 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લમ્પી વાયરસનો કાળો કહેર છે, જેના કારણે એક બાદ એક પશુઓ ભોગ બની મોતને ભેટી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર સતત આ મુદ્દે નજર રાખી રહી છે.

 

  • લમ્પી વાયરસ મુદ્દે કેન્દ્રીય પશુપાલન મંત્રીનું નિવેદન
  • ભારત સરકાર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયા 
  • લમ્પીના કારણે દૂધ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થયો નથીઃ રૂપાલા


ગાંધીનગર ખાતે 11માં એગ્રી એશિયા એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે 11માં એગ્રી એશિયા એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે લમ્પી વાયરસને લઈને મહત્વનું નિવેદન આપ્યું. 

કેન્દ્રીય પશુપાલન મંત્રી  પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા લમ્પી વાયરસને લઈને કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કેન્દ્રીય સ્તરે તેનું દરરોજ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. અમે દરેક રાજ્યોની સાથે સંપર્કમાં છીએ. આ રોગનો સામનો કેવી રીતે કરી શકાય તે માટે ભારત સરકાર વતી દરેક રાજ્યોને એક એડવાઇઝરી આપવામાં આવી છે. પાંચ રાજ્યોની મેં પ્રત્યક્ષ રીતે મુલાકાત લીધી છે. 

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આજે ગુજરાતમાં 15 જિલ્લાઓમા ડેથ રેટ શૂન્ય થઈ ગયો છે. આ ઉપરાંત લમ્પી વાયરસના કારણે દૂધ ઉત્પાદનમા કોઈ ઘટાડો થયો નથી. પશુઓને આપવામાં આવતી વેક્સિનનું ઉત્પાદન પણ વધારી દેવામાં આવ્યું છે. 

શું છે લમ્પી વાયરસના લક્ષણો?

અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. 

લમ્પી વાયરસને અટકાવવા શુ કરવું? 

પશુપાલકોને તકેદારી સાથે સતર્ક રહેવા અંગે અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. 1962 પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે. પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ