બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Pan India star Allu Arjun is always in the news for his films. But this time a rumor spread on social media about South Star

અફવા કે સત્ય.. / શું પુષ્પા ફેમ અલ્લૂ અર્જુનની હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ? વાયરલ તસવીરની સચ્ચાઈ આવી સામે

Pravin Joshi

Last Updated: 06:59 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લુ અર્જુન હંમેશા તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે સાઉથ સ્ટારને લઈને સોશિયલ મીડિયા પર આવી અફવા ફેલાઈ છે. જેનું સત્ય હવે સામે આવ્યું છે.

સ્ટાર અલ્લુ અર્જુનના લાખો ચાહકો છે. દર્શકો અલ્લુ અર્જુનની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. હાલમાં સુપરસ્ટાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા અભિનેતાઓમાંના એક છે. હાલમાં, અલ્લુ તેની આગામી ફિલ્મ પુષ્પા 2 ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાન્ના પણ લીડ રોલમાં જોવા મળશે. સુકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક સમાચાર લોકપ્રિય થયા હતા કે કેટલાક કારણોસર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી છે. જો અહેવાલોનું માનીએ તો, સાઉથ સ્ટાર હૈદરાબાદમાં આરટીઓ ઓફિસની મુલાકાત લેતો જોવા મળ્યો હતો. જે બાદ એક તસવીર પણ વાયરલ થવા લાગી હતી. જેણે આ સમાચારોને વધુ બળ આપ્યું. પરંતુ હવે આ સમાચાર પાછળનું સત્ય સામે આવ્યું છે. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે આરટીઓ ઓફિસ પહોંચ્યો

વાયરલ થઈ રહેલી તસવીર પાછળનું સત્ય એ છે કે અભિનેતા તેના ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે હૈદરાબાદની આરટીઓ ઓફિસમાં હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પાઃ ધ રૂલ માટે સ્પેશિયલ શૂટિંગ પરમિટના કારણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે આરટીઓ ઓફિસ પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, નિર્દેશક સુકુમારે ફિલ્મમાં કેટલાક હાઇ-ઓક્ટેન સીન્સ શૂટ કરવાની યોજના બનાવી છે. જેના માટે અભિનેતા પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જેથી શૂટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.

allu arjun pushpa 2 | VTV Gujarati

વધુ વાંચો : '13 વર્ષથી શારીરિક સંબંધ નથી, પત્ની બીજા રૂમમાં..', મહાભારતના કલાકારનું શૉકિંગ નિવેદન,ખોલ્યા અંગત રાજ

અલ્લુ અર્જુનની તેલંગાણા પોલીસે કોઈ અગમ્ય કારણોસર ધરપકડ કરી

આ માહિતી બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે સોશિયલ મીડિયા પર અગાઉ જે તસવીરો સામે આવી હતી, તે ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ લેવા ગયેલા અભિનેતાની તેલંગાણાના ખૈરતાબાદ સ્થિત આરટીઓ ઓફિસમાંથી લેવામાં આવી હતી. જો કે, ઘણા લોકો હજુ પણ દાવો કરી રહ્યા છે કે અલ્લુ અર્જુનની તેલંગાણા પોલીસે કોઈ અગમ્ય કારણોસર ધરપકડ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ