બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / Pakistan's funding will stop if I become president: Indian-origin Nikki slams Biden

અમેરિકા / હું રાષ્ટ્રપતિ બની તો બંધ થશે પાકિસ્તાનનું ફંડિંગ: ભારતીય મૂળના નિક્કીએ બાયડન પર કર્યા આકરા પ્રહાર

Megha

Last Updated: 01:36 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિક્કી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત રહી ચૂકી છે અને આ સિવાય તેમને સાઉથ કેરોલિનાના ગવર્નર રહીને આ પદ પર કામ કરવાનો અનુભવ પણ મેળવ્યો છે.

  • અમેરિકા ચીન અને પાકિસ્તાન પ્રત્યે કોઈ નરમી નહીં દાખવે - નિક્કી હેલી
  • એવા દેશને મળતી વિદેશી સહાય બંધ કરીશ જે અમને નફરત કરે છે
  • બાયડને પાકિસ્તાન માટે પણ સૈન્ય સહાય પુનઃસ્થાપિત કરી 

ભારતીય મૂળની નિક્કી હેલી વર્ષ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે. જણાવી દઈએ કે નિક્કીએ 15 ફેબ્રુઆરીથી ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને આ બધા વચ્ચે તેને હવે દેશ અને દુનિયાને વાયદો કર્યો છે કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો તે અમેરિકાનાના દુશ્મન જેવા કે ચીન અને પાકિસ્તાન પ્રત્યે કોઈ નરમી નહીં દાખવે. આ વાયદો કરતાં નિક્કીએ કહ્યું કે ' અમેરિકાના દુશ્મનોને મળતી વિદેશી મદદને બંધ કરી દેવામાં આવશે.' 

એવા દેશને મળતી વિદેશી સહાય બંધ કરીશ જે અમને નફરત કરે છે
જણાવી દઈએ કે નિક્કી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત રહી ચૂકી છે અને આ સિવાય તેમને સાઉથ કેરોલિનાના ગવર્નર રહીને આ પદ પર કામ કરવાનો અનુભવ પણ મેળવ્યો છે. મહત્વનું છે કે નિક્કીએ ન્યૂયોર્ક પોસ્ટમાં એક ઓપીનીયન લખ્યો હતો જેમાં એમને કહ્યું હતું કે 'હું એ દરેક દેશને મળતી વિદેશી સહાય બંધ કરીશ જે અમને નફરત કરે છે.  એક મજબૂત અમેરિકાને ખરાબ લોકો માટે કંઈ પણ કરવાનો અધિકાર નથી. એક ગૌરવશાળી અમેરિકા આપણા લોકોની મહેનતના પૈસાને આમ વેડફવા નહીં દે. અને માત્ર આવા નેતાઓ જ આપણા વિશ્વાસને પાત્ર છે જે દેશના દુશ્મનો સામે ઊભા રહી શકે અને આપણા મિત્રો સાથે ઉભા રહી શકે.'

બાયડન પાકિસ્તાન માટે પણ સૈન્ય સહાય પુનઃસ્થાપિત કરી 
નિક્કીએ આગળ લખ્યું કે 'આપણે ઈરાકને એક અબજ ડોલરથી વધુની મદદ છેલ્લા કેટલાક વર્ષોમાં કરી છે તે પછી પણ સરકાર ઈરાનમાં બેઠેલા હત્યારાઓની નજીક આવી રહી છે. એ જ દેશ હંમેશા 'અમેરિકાના મૃત્યુ' ના નારા લગાવે છે અને આપણા સૈનિકો પર હુમલો કરે છે.બાઈડન પ્રશાસને પાકિસ્તાન માટે પણ સૈન્ય સહાય પુનઃસ્થાપિત કરી છે. જ્યારે આ દેશ આતંકવાદી સંગઠનોનો ગઢ છે તેની સરકાર સંપૂર્ણપણે ચીનને સમર્પિત છે.

અમેરિકાના મિત્રો વિરુદ્ધ પ્રોપેગેન્ડા
ન્યૂયોર્ક પોસ્ટમાં લખેલ એ ઓપીનીયનમાં નિક્કીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની ટીમે લગભગ અડધા અરબ ડોલર એક ભ્રષ્ટ સંયુક્ત રાષ્ટ્ર એજન્સીને આપ્યા છે. તેમનો આરોપ છે કે આ રકમથી અમેરિકાના સહયોગી ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. હેલીએ વર્ષ 2024 માટે પોતાનું અભિયાન શરૂ કર્યું છે. નવી પેઢીના રિપબ્લિકન નેતાઓની લીગમાં તે પોતાની જાતને મતદારો સમક્ષ રજૂ કરી રહી છે. જણાવી દઈએ કે હેલી ભારતીય મૂળની પ્રથમ અમેરિકન મહિલા છે જેને રિપબ્લિકન પાર્ટી દ્વારા નોમિનેટ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ