બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Pakistani Cricket Expert Hits His Wife during YouTube Live video goes viral

VIDEO / પાકિસ્તાની ક્રિકેટ એક્સપર્ટની YouTube Live વચ્ચે કરતૂત, પત્નીને ઝીંકયો લાફો, યુઝર્સે વારો પાડ્યો

Megha

Last Updated: 10:22 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ક્રિકેટ એક્સપર્ટ મોહસીન અલી યુટ્યુબ લાઈવ દરમિયાન કોઈ મુદ્દાને લઈને ગુસ્સે થઇ ગયા તેની પત્નીને માર માર્યો હતો, આ ઘટનાનો વીડીયો વાયરલ થયો..

  • પાકિસ્તાન ટીમના ક્રિકેટ એક્સપર્ટ લાઈવ દરમિયાન પત્નીને માર માર્યો. 
  • આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
  • મોહસીનને પત્ની પર ઘરેલુ હિંસા માટે પૂછવામાં આવ્યું, તો કહી આવી વાત.. 

આજના ડિજિટલ યુગમાં હવે મોટા ભાગે લોકો વર્ચ્યુઅલ મોડમાં રહીને કામ કરે છે. કોરોના મહામારી પછી શરૂ થયેલો આ ટ્રેન્ડ આજે પણ ચાલુ છે અને ઘણા લોકો માટે તે કામ કરવાની અનુકૂળ રીત જણાય છે. એવામાં આ આદત પાકિસ્તાન ક્રિકેટ ટીમના ક્રિકેટ એક્સપર્ટને ભારે પડી છે. 

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ક્રિકેટ એક્સપર્ટ મોહસીન અલી યુટ્યુબ લાઈવ દરમિયાન કોઈ મુદ્દાને લઈને ગુસ્સે થઇ ગયા તેની પત્નીને મારવા દોડ્યા. આટલું જ નહીં, જ્યારે તેને આ ઘટના અંગે સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું તો તેણે માફી માંગવાનો પણ ઈન્કાર કરી દીધો. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર સામે આવેલા આ બે વીડિયો તાજેતરના હોવાનું કહેવાય છે. પહેલા વીડિયોમાં મોહસિન તેની પત્નીને મારતો જોવા મળી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં એન્કર રિઝવાન હૈદર પાકિસ્તાની એક્સપર્ટ મોહસિન સાથે ક્રિકેટ સંબંધિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યો છે. જો કે, તે આશ્ચર્યજનક વળાંક લે છે જ્યારે એક મહિલાનો અવાજ સંભળાય છે અને અલી તેની તરફ વળે છે. જે બાદ અલી એ તરફ વળીને તેને મારે છે, આ દરમિયાન એન્કર રિઝવાન પણ થોડો ડરી ગયો હતો, પરંતુ તેણે અટક્યા વિના પોતાની વાત ચાલુ રાખી હતી.

જ્યારે, બીજા વિડિયોમાં મોહસીનને તેની પત્ની પર ઘરેલુ હિંસા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ વાત પર મોહસિને કહ્યું હતું કે 'અમારા લગ્નને 31 વર્ષ થયા છે અને આટલી તમારી ઉંમર પણ નથી. અમે અમારી માતા અને બહેનોનું સન્માન કરીએ છીએ, તેથી આ બધી બાબતો તમે અમને નહીં બીજાને શીખવો.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ