બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Pahlavi's candle march on Jantar-Mantar, Bajrang Punia's big announcement, till justice is served...

વિરોધ પ્રદર્શન / જંતર-મંતર પર પહેલવાનોની કેન્ડલ માર્ચ, બજરંગ પુનિયાનું મોટું એલાન, ન્યાય નહીં મળે ત્યાં સુધી...

Vishal Khamar

Last Updated: 07:35 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપનાં સાંસદ બૃજભૂષણ સિંહની ધરપકડ કરવાની માંગ સાથે કુસ્તીબાજોએ આજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈંડિયા ગેટ પર કુસ્તીબાજોનાં સમર્થનમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ પહોંચ્યા છે.

  • બૃજભૂષણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો કેન્ડલ માર્ચ યોજી
  • જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી
  • કેન્ડલ માર્ચમાં પૂર્વ રાજ્યપાલ પણ કુસ્તીબાજોનાં સમર્થનમાં જોડાયા

 રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. આ કૂચમાં અનેક લોકો જોડાયા છે.  પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ કુસ્તીબાજોને સમર્થન આપવા ઈન્ડિયા ગેટ પહોંચ્યા છે.
દેશની દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ બજરંગ પુનિયા
ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે. આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી દેશની દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ જ રહેશે. ઘણા લોકો આ આંદોલનને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.

આજે કુસ્તીબાજોનાં આંદોલનને એક મહિનો પૂરો થયો
તેમણે કહ્યું કે ભારતને પ્રેમ કરતા તમામ ધર્મ અને જાતિના લોકોએ સરકારને આ સવાલ પૂછવો જોઈએ કે 1 મહિનાથી અમારા ચેમ્પિયન રસ્તા પર કેમ છે? તેમનું સ્થાન રોડ નહીં પણ અખાડો છે. રેસલર સાક્ષી મલિકે કહ્યું કે આ દેશની દીકરીઓની લડાઈ છે. જેમાં તમારે બધાએ અમારો સાથ આપવો પડશે જેથી અમને ન્યાય મળી શકે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી હજારો લોકોએ ન્યાય માટે કૂચ શરૂ કરી હતી. આજે અમારા આંદોલનને એક મહિનો પૂરો થયો છે. પરંતુ હજુ સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા દેખાતી નથી.

બૃજભૂષણ શરણ સિંહ પર મહિલા રેસલર્સનું યૌન શોષણનો આરોપ
દેશના ઘણા પ્રખ્યાત કુસ્તીબાજો બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે 23 એપ્રિલથી અહીં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સિંહ પર એક સગીર સહિત છ મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે ગયા મહિને ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિરુદ્ધ બે FIR નોંધી હતી.
 28 મેના રોજ નવા સંસદ ભવન સામે પંચાયત યોજશે
ગત રવિવારે કુસ્તીબાજોના સમર્થનમાં હરિયાણાના રોહતકમાં ખાપ મહાપંચાયત પણ યોજાઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે WFI પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહના વિરોધને સમર્થન આપતી મહિલાઓ 28 મેના રોજ નવા સંસદ ભવન સામે પંચાયત યોજશે. જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ