બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / વિશ્વ / other lockdown effective in germany and corona new cases

ચિંતા / યુરોપમાં કોરોનાની બીજી લહેર, આ દેશમાં ફરી લૉકડાઉન તો ફ્રાન્સમાં બની રહ્યું છે એવું કે ચિંતા વધી

Kavan

Last Updated: 09:08 PM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપમાં કોરોના મહામારીની બીજી લહેર વધુને વધુ ગંભીર બની રહી છે તેને પહોંચી વળવા માટે કેટલાય યુરોપીય દેશોએ આકરા પગલા લીધા છે. આ કવાયતમાં જર્મનીએ પણ આંશિક લૉકડાઉનની સોમવારથી 4 અઠવાડિયા માટે શરૂઆત કરી છે. નવી પાબંધીઓ હેઠળ રેસ્ટોરન્ટ, બાર, સિનેમા હોલ સમગ્ર મહિના દરમિયાન બંધ રહેશે.

  • યુરોપમાં કોરોનાની બીજી લહેર
  • જર્મનીમાં ફરી લૉકડાઉન
  • ફ્રાન્સમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો  

જ્યારે ફ્રાન્સમાં પણ કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે.  આ દેશમાં પહેલા એક ડિસેમ્બર સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ બંન્ને યુરોપીય દેશોમાં દરરોજના રેકોર્ડ બ્રેક કોરોના વાયરસના કેસમાં નોંધાઇ રહ્યા છે જે ખરેખર ચિંતા વધારનારા છે. 

જર્મનીમાં ફરી કોરોના લહેર 

જર્મનીમાં મહામારીને પહોંચી વળવા માટે ગત માર્ચમાં પ્રથમ વખત લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જો કે, બીજી વખત લૉકડાઉનમાં કોઇ ખાસ કડક નિયમો લાદવામાં આવ્યા નથી. જ્યારે પ્રથમ તબક્કામાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. આ વખતે શાળા, બિન જરૂરી કારોબાર, સલૂન ખોલવા પર પાબંધી લાદવામાં આવી છે. આ દેશમાં ગત શનિવારે પ્રથમ વખત કોરોનાના 19 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે 12 હજારથી વધુ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં 5 લાખી વધુ કોરોનાના કેસ મળી આવ્યા છે અને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થયાં છે. 

ફ્રાન્સમાં પરિસ્થિતિ વધુ કફોડી બની

આ તરફ, ફ્રાન્સમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે દેશભરમાં 46 હજાર 290 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. એક દિવસ અગાઉ 35 હજારથી વધુ કેસની પુષ્ટિ થઈ હતી. શુક્રવારે 49 હજારથી વધુ કેસ મળી આવ્યા હતા. જ્યારે 25 ઓક્ટોબરે રેકોર્ડ 52 હજાર ચેપ લાગ્યો હતો. આ યુરોપિયન દેશમાં 14 લાખ દસ હજારથી વધુ કેસ મળી આવ્યા છે. જ્યારે 37 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 

સ્પેનમાં પોલીસ કર્ફ્યુ જાળવવા પેટ્રોલિંગ કરી રહી છે પોલીસ 

સ્પેનમાં બીજા રાઉન્ડના કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થયો છે. જેને રોકવા માટે, દેશભરમાં નાઇટ કર્ફ્યુ લગાવાયો છે. કર્ફ્યુ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. "લોકોના જીવ બચાવવા આ પગલાં લેવામાં આવી રહ્યા છે," કેટાલોનીયાના પ્રદેશ પોલીસ વડા એડવર્ડ સેલેન્ટે જણાવ્યું હતું. સ્પેનમાં 12 લાખ 60 હજારથી વધુ કેસ મળી આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ