બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / osteoporosis disease what are 10 causes of osteoporosis know risk factors

હેલ્થ / હાડકાંને થઇ રહ્યું છે નુકસાન? તો હોઇ શકો છો ઓસ્ટિયોપોરોસિસના શિકાર, જાણો બીમારીના 10 મુખ્ય કારણ

Manisha Jogi

Last Updated: 06:12 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકોને નાની અમથી ઈજાને કારણે પણ ફ્રેક્ચર થઈ જાય છે. સામાન્ય રીતે મોટી ઉંમરે આ પ્રકારની સમસ્યા થાય છે. આજના સમયમાં યુવાઓ પણ આ પરેશાનીનો શિકાર બની રહ્યા છે. હાડકાંની આ બિમારીને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે.

  • હાડકાંની સમસ્યામાં સતત વધારો
  • નાની અમથી ઈજાને કારણે પણ ફ્રેક્ચર થઈ જાય છે
  • હાડકાંની આ બિમારીને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે

હાડકાંની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજના સમયમાં લોકોના હાડકાં ઝડપથી નબળી પડી રહ્યા છે. હાડકાં મજબૂત રહે તે માટે કેલ્શિયમ અને વિટામીન ડીથી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. અનેક લોકોને નાની અમથી ઈજાને કારણે પણ ફ્રેક્ચર થઈ જાય છે. સામાન્ય રીતે મોટી ઉંમરે આ પ્રકારની સમસ્યા થાય છે. આજના સમયમાં યુવાઓ પણ આ પરેશાનીનો શિકાર બની રહ્યા છે. હાડકાંની આ બિમારીને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. 

ઓસ્ટિયોપોરોસિસ એક ગંભીર બિમારી છે, જેમાં વ્યક્તિનિ બોન માસ ડેંસિટી ઓછી થઈ જાય છે. જેના કારણે હાડકાં નબળા પડી જાય છે અને ફ્રેક્ચર થાય છે. સામાન્ય રીતે કાંડા અથવા કરોડરજ્જૂના હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ સંબંધિત ફ્રેક્ચર થાય છે. ઓસ્ટિયોપોરોસિસ મહિલા અને પુરુષ બંનેને થઈ શકે છે, મહિલાઓને આ બિમારી થવાની વધુ આશંકા છે. સામાન્ય રીતે મહિલાઓમાં મેનોપોઝ પછી આ બિમારી થવાનું જોખમ રહે છે.

ઓસ્ટિયોપોરોસિસ બિમારી થવાનું કારણ
50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને આ બિમારી થવાનું જોખમ રહે છે. સમય જતા પુરુષોની સાથે સાથે ઓછી ઉંમરના લોકોને પણ આ બિમારી થાય છે. કેલ્શિયમની કમીને કારણે ઓસ્ટિયોપોરોસિસ થાય છે. મહિલાઓમાં BMD લેવલ જળવાઈ રહે તે માટે એસ્ટ્રોજન જરૂરી છે. મેનોપોઝ પછી શરીરમાં એસ્ટ્રોજન લેવલ ઘટવા લાગે છ, જેના કારણે BMDમાં ઘટાડો થાય છે. બદલાતી લાઈફસ્ટાઈલ, ખાવા પીવાની ખોટી આદતો, જેનેટિક કારણ અને કસરતના અભાવને કારણે ઓસ્ટિયોપોરોસિસ બિમારી થઈ શકે છે. ઉપરાંત સીલિએક રોગ, કિડની લીવરની બિમારી, કેન્સરના કારણે ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના રહે છે. 

  • કસરત ના કરવી
  • વધુ ધૂમ્રપાન કરવું
  • દારૂનું વધુ સેવન
  • વજન ઝડપથી ઓછું થવું
  • રૂમેટાઈડ અર્થરાઈટિસ
  • કેટલીક દવાઓનું સેવન

આ બિમારીથી કેવી રીતે બચવું?

  • ઓસ્ટિયોપોરોસિસથી બચવા માટે કેલ્શિયમ ને વિટામીન ડીયુક્ત, લો કેલરી ડેરી પ્રોડક્ટનું સેવન કરવું. 
  • લીલા શાકભાજી અને કેલ્શિયમયુક્ત ભોજનનું સેવન કરવું.
  • નિયમિતરૂપે મલ્ટીવિટામીન લેવું અને કસરત કરવી. 
  • ધૂમ્રપાન ના કરવું અને દારૂનું સેવન ના કરવું. 
  • મહિલાઓ મેનોપોઝમાંથી પસાર થઈ રહી છે, તો ઓસ્ટિયોપોરોસિસની તપાસ કરાવવી
  • હાડકાંને મજબૂત કરવા માટે ડૉકટરની સલાહ અનુસાર દવા લેવી.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ