બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Only the one who embezzled crores was kidnapped: 6 persons were kidnapped after coming to Ahmedabad, after the investigation-arrest, a big revelation was made.

કાર્યવાહી / કરોડોની ઉચાપત કરનારને જ કિડનેપ કરાયો: અમદાવાદ આવીને ઉઠાવી ગયા 6 શખ્સો, તપાસ-ધરપકડ બાદ થયો મોટો ખુલાસો

Vishal Khamar

Last Updated: 07:04 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કરોડોનું ફૂલેકુ ફેરવનાર પ્રદીપ ડાવેરાનું કેટલાક શખ્સો દ્વારા અમદાવાદથી અપહરણ કરાયા બાદ તેને માર મારી ખંડણી મંગવાનાં કેસમાં રાજકોટ અને અમદાવાદનાં 7 લોકો સામે ફરિયાદ નોંધાવા પામી છે. ત્યારે આ મામલે બોપલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

  • રાજકોટમાં કરોડોનું  ફૂલેકું ફેલાવનાર પ્રદીય ડવેરાનાં અપહરણનો મામલો
  • પ્રદીપ ડાવેરાના જૂના ભાગીદારે દુબઈથી કરાવ્યું અપહરણ
  • રાજકોટ અને અમદાવાદના 7 જેટલા લોકો સામે નોંધાઈ ફરિયાદ

રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર પ્રદીપ ડાવેરાના અપહરણ મામલે બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે તપાસ દરમિયાન હકીકત સામે આવી કે અપહરણ અને ખંડણી ની બાતમી દુબઈથી આવી હતી. જે બાદ છ લોકોએ અપહરણ કરી 10 કરોડની ખંડણી માગી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. 

પ્રદીપ ડવેરાનું છરીની અણીએ અપહરણ કરાયું હતું
અમદાવાદ બોપલ પોલીસે ચાર આરોપી પ્રકાશ ભરવાડ, ભુપત ભરવાડ, શૈલેષ ભરવાડ અને કાંતિલાલ ભેસદડીયા છે. આ ચાર આરોપીઓએ 19 તારીખના રોજ મૂળ રાજકોટના રહેવાસી અને અમદાવાદ સારવાર માટે આવેલા પ્રદીપ ડાવેરાનું અપહરણ કરી દંતાલી પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ ગાંધી રાખી 10 કરોડની ખંડણી માંગી હતી. જે ખંડણીની જવાબદારી પ્રદીપના મિત્ર સાગર કુઘસીયા એ સ્વીકારતા તેનો છુટકારો થયો હતો. જે બાદ 26 તારીખે બોપલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે..  

નીલમ ગૌસ્વામી ( DYSP, સાણંદ ડિવિઝન)

મૌલીન દુબઈથી પ્રદીપના અપહરણની ટીપ આપી હતી

અપહરણ અને ખંડણીના ગુનામાં અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ થતા પૂછપરછમાં આ ગુનાના અન્ય ત્રણ આરોપી સુરેશ ઉર્ફે ભૂરો જોગાવા, રામભાઈ ભરવાડ અને મોનીલ નાકરાણી ની સંડોવણી સામે આવી છે જેમાં મૌલીન દુબઈથી પ્રદીપનું અપહરણ કરી રૂપિયા માંગવાની ટીપ સુરેશ ઉર્ફે ભૂરો જોગાવાને આપી હતી જે બાદ તમામ આરોપીએ ભેગા મળી તેનું અપહરણ કરી ગોંધી રાખી ખંડણી વસૂલવા તેને માર પણ માર્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે અપહ્યુત પ્રદીપ. ટીપ આપનાર મોનીલ અને અપહરણમા સંડોવાયેલ કાંતિભાઈ અગાઉ ભાગીદારો હતા. અને 2015માં રાજકોટ માં આશિષ ક્રેડિટ સોસાયટી શરૂ કરી હતી જે કોરોનામાં બંધ થતા કરોડોનુ ફૂલેકું ફેરવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેથી અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.

ફરીયાદી તેમજ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

મહત્વનું છે કે ફરિયાદી અને આરોપી તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફરિયાદી વિરુધ્ધ રાજકોટ અને જામનગરમાં કરોડોનું ફૂલેકું ફેરવવા બદલ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ઝડપાયેલા તથા ફરાર આરોપીઓ વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. અને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હજી સુધી કયા કારણોસર અપહરણ કરવામાં આવ્યું અને ખંડણી માંગવામાં આવી તે હકીકત સામે આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ