બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / one mother gave new life to five people on international mothers day

મધર્સ ડે / રાજકોટમાં દેહ છોડ્યા પછી પણ 5 લોકોને જીવનદાન આપતી ગઈ જનેતા, હોસ્પિટલમાં રડતી આંખે ફૂલ અર્પિત કર્યા

Malay

Last Updated: 12:34 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ છે...કહેવાય છે કે માં એ માં બીજા વગડના વા...'માં'ની તોલે કોઈ ન આવે...ઈશ્વરે પણ જન્મ લેવા 'માં'નો સહારો લેવો પડે છે. ત્યારે માતૃ દિવસની અનોખી ઘટના સમયે આવી છે. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસે એક માતાએ પાંચ લોકોને નવું જીવન આપ્યું છે.

 

  • રાજકોટની મહિલાએ 5 લોકોને આપ્યું જીવનદાન
  • કિડની, લીવર સહિતના અંગોનું કરાયું દાન
  • હોસ્પિટલ ખાતે સર્જાયા ભાવુક દ્રશ્યો 

દુનિયાભરમાં આજે 14મી મેએ આંતરરાષ્ટ્રીય મધર્સ ડે મનાવવામાં આવી રહ્યો છે, ભારતમાં પણ ખુણે ખુણે આની શાનદાર ઉજવણી થઇ રહી છે, રાજકોટમાં આ ખાસ પ્રસંગે અંગદાન કરીને એક મહત્વનું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યુ છે. નીરૂપાબેન જાવિયાના અંગોએ પાંચ લોકોને નવજીવન આપ્યું છે. 

મહિલાનું અંગદાન બન્યુ અન્યનું જીવનદાન
મળતી માહિતી અનુસાર, રાજકોટના નીરૂપાબેનનું ગઈકાલે બ્રેનડેડ થઈ જતાં દુઃખદ અવસાન થયું હતું. જે બાદ તેમના પતિ, પુત્ર અને પુત્રી દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય મધર્સ ડે પર શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે નીરૂપાબેનના પરિવારજનો એકત્ર થયા હતા અને નિરૂપાબેનની કિડની, લીવર અને સ્કીન સહિત પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ સમયે હોસ્પિટલ ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હોસ્પિટલ ખાતે હાજર નીરૂપાબેનના પરિવારજનોએ તેમના અંગો પર પુષ્પ અર્પિત કર્યા હતા. આ વેળાએ દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. 

'મારી માતાએ હંમેશા બીજાને ઉપયોગી થવા માટે જ શીખવ્યું છે'
નિરૂપાબેનની દીકરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'મારી માતાનું જીવન હંમેશા બીજાને ઉપયોગી થવા માટેનું રહ્યું છે. તેમણે હંમેશા બીજા લોકોને કેમ ઉપયોગી થવાય એ માટે જ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. અમને પણ તેઓએ હંમેશા બીજાને ઉપયોગી થવા માટે જ શીખવ્યું છે અને એ સંસ્કાર આપ્યા છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ