બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / One More Complaint Against Mahathug Kiran Patel: Massive Fraud Proceedings In The Name Of G-20 Summit

એક્શન / મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ: G-20 સમિટના નામે મસમોટી છેતરપિંડી આચરતા કાર્યવાહી

Priyakant

Last Updated: 08:25 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kiran Patel News: PMO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી છેતરપિંડી આચરી, કિરણ પટેલે કાશ્મીરમાં મોટી ઈવેન્ટના નામે ફ્લાઇટ અને હોટેલ બુક કર્યા

  • મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ 
  • અમદાવાદના વેપારીએ કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી
  • G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટલમાં ઇવેન્ટ કરી છેતરપિંડી કરી
  • કિરણ પટેલે કાશ્મીરમાં મોટી ઈવેન્ટના નામે ફ્લાઇટ અને હોટેલ બુક કર્યા 
  • અમદાવાદથી શ્રીનગર ફ્લાઈટ, લલિત હોટલનું રૂમનું ભાડુ સહિતનો ખર્ચ કરાવ્યો 
  • Whatsapp પર PMO ઓફિસરનું વીઝીટીંગ કાર્ડ મોકલી વિશ્વાસ કેળવ્યો

મહાઠગ કિરણ પટેલને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં કિરણ પટેલ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદનાં વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં PMO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી છેતરપિંડી આચરી હોવાનું કહેવામાં આવ્યું છે. 

કિરણ પટેલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ PMOના નકલી અધિકારી બની કાશ્મીરમાં હાઇ સિક્યુરિટી સાથે ફરી રહેલા કિરણ પટેલની અટકાયત કરાઇ છે. આ દરમિયાન હવે અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ કિરણ પટેલે કાશ્મીરમાં ઈવેન્ટના નામે ફ્લાઈટ અને હોટેલ બુક કર્યા હોવાનો ખુલાસો થયો છે. 

વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં MO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી અને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ, લલિત હોટેલનું રૂમનું ભાડું સહિતનો ખર્ચ કરાવ્યો હોવાનું કહેવાયું છે. આ સાથે વોટ્સએપ પર PMO ઓફિસરનું વીઝીટીંગ કાર્ડ મોકલી વિશ્વાસ કેળવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી કિરણ પટેલ સામે કુલ 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

કિરણ પટેલની અલગ-અલગ અધિકારી દ્વારા પૂછપરછ 
ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલો કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે પોપટની જેમ જવાબ આપી રહ્યો છે. તેને ખબર પડી ગઈ છે કે, જો અહીંયા જવાબ નહીં આપું તો મારી તમામ હોશિયારી નીકળી જશે. મહાઠગની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઠગે મોટા બિઝનેસમેનને કશ્મીરમાં રોકાણની લાલચ આપી હતી. આ ઉપરાંત તેણે ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાની મુલાકાત લીધી હોવાનું પણ સ્વીકાર્યું છે.

કિરણ પટેલને બંગલો પર લઈ જઈ કરાશે તપાસ
‘જગદીશપુરમ્’ બંગલાને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મહાઠગે જણાવ્યું છે કે, અદાણીના કોન્ટ્રાક્ટના નામે જગદીશપુરમ્ બંગલો પચાવ્યાનું પણ કિરણ પટેલે સ્વીકાર્યું છે. તેને બંગલા પર લઈ જઈને તપાસ કરવામાં આવશે. કિરણ પટેલ પાસે 3 બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 3 વર્ષના સ્ટેટમેન્ટની તપાસ કરશે.

ઠગની પત્ની માલિની પટેલની પણ થઈ છે ધરપકડ
આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે શ્રીનગરથી મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી હતી. મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. બોગસ ડોક્યુમેન્ટના આધારે બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો જે મામલે ક્રાઈમ બ્રાન્ચમાં થયેલી ફરિયાદને લઈ માલિનીની પણ ધરપકડ કરાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ