બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / 'One day Saddam Hussain, next day Rahul looks like Amul baby', CM Himant Sarma's tongue slips

કટાક્ષ / 'એક દિવસ સદ્દામ હુસેન તો બીજા દિવસે અમુલ બેબી જેવા લાગે છે રાહુલ', CM હિમંતા સરમાની જીભ લપસી

Vishal Khamar

Last Updated: 10:28 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું છે કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગેરંટી લઈ રહી છે, પરંતુ તેમના નેતા રાહુલ ગાંધીની ગેરંટી કોણ લેશે.

  • આસામનાં સીએમ હિમંતા સરમાએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
  • કોંગ્રેસે તેમના શાસનકાળમાં ગેરંટી લીધી હોત તો દેશના આ હાલત ન થઈ હોતઃ હિમંતા
  • હિમંતા બિસ્વા સરમાનું ડીએનએ કોંગ્રેસનું ડીએનએ છેઃ ડીકે શિવકુમાર

 આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલી ગેરંટી યોજનાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસ જ્યાં પણ ચૂંટણી લડે છે ત્યાં ગેરંટી આપે છે. સરમાએ કહ્યું છે કે કોંગ્રેસ ગેરંટી આપે છે, પરંતુ ખુદ રાહુલ ગાંધીની ગેરંટી કોણ લેશે.
સીએમ સરમાએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સીએમ સરમાએ કહ્યું છે કે રાહુલ ગાંધીનો ચહેરો પહેલા દિવસ સદ્દામ હુસૈન જેવો હોય છે અને બીજા દિવસે અમૂલ બેબી જેવો હોય છે. અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ તેઓ સીધા કેરળ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પોતાની ગેરંટી નથી લઈ શકતો તે કર્ણાટકની ગેરંટી કેવી રીતે લેશે.

 કોંગ્રેસે ગેરંટી લીધી હોત તો દેશની આ હાલત ન થઈ હોતઃ સીએમ સરમા
તેમણે કોંગ્રેસ સરકારનાં શાસનને યાદ કરાવતા કહ્યું કે જો કોંગ્રેસે ગેરંટી લીધી હોત તો દેશની આ હાલત ન થઈ હોત. દેશમાંથી ગરીબી ક્યારે દૂર થઈ  ગઈ હોત.  ત્યારે સીએમ સરમાનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે કોંગ્રેસ કર્ણાટકમાં જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જનતાને અનેક મહત્વના વચનો આપ્યા છે. જેને લઈને ભાજપ દ્વારા કોંગ્રેસ પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
હિમંતા બિસ્વા સરમાનું ડીએનએ કોંગ્રેસનું ડીએનએ છેઃ ડીકે શિવકુમાર
આ નિવેદન બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે હિમંતા બિસ્વા સરમાનું ડીએનએ કોંગ્રેસનું ડીએનએ છે. ડીકે શિવકુમારે કહ્યું છે કે સરમાને ખબર હોવી જોઈએ કે તેમનું લોહી કોંગ્રેસનું લોહી છે અને હવે તેમણે પોતાનું લોહી બદલી નાખ્યું છે.
હિમંતા સરમાએ શિવકુમારનાં નિવેદન પર પલટવાર કર્યો
આ પછી હિમંતાએ શિવકુમારના નિવેદન પર પલટવાર કર્યો. તેમણે કહ્યું છે કે તેમનામાં રહેલું લોહી તેના માતા-પિતા, તેમના રાજ્ય, તેમના દેશનું છે અને તેમને તેના પર ખૂબ ગર્વ છે. આ દરમ્યાન સરમાએ ડીકે શિવકુમારને વિનંતી કરી છે કે તેમને પણ તેમના લોહી પર પણ ગર્વ અનુભવવો જોઈએ. જે તેમના માતા-પિતા, કર્ણાટક અને ભારત માતા સાથે જોડાયેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ