બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / On the birth of a daughter in Saliyavadi village of Mahisagar, Rs. A gift of 2100

અનોખો ઠરાવ / મહીસાગરના સલીયાવડી ગામમાં દીકરીના જન્મ પર અપાશે રૂ. 2100ની ભેટ, કોઇના મૃત્યુ પર યાદગીરી માટે કરાશે 11 વૃક્ષોનું વાવેતર

Priyakant

Last Updated: 10:28 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahisagar News : ગામમાં એક પરિવારને ત્યાં દિકરીનો જન્મ થતાં સરપંચ દ્વારા ઘરે જઇ પરિવારને જન્મોત્સવ ભેટ આપી, 51 વૃક્ષ વાવવામાં આવ્યા

  • મહીસાગરના બાલાસિનોરની સલીયાવડી પંચાયતનો અનોખો ઠરાવ
  • ગામમાં દિકરીનો જન્મ થતાં સરપંચ તરફથી પરિવારને અપાશે 2100 રૂપિયાની ભેટ
  • દિકરીના જન્મને લઇ ગામમાં 51 વૃક્ષો વાવવાનો કરાયો સંકલ્પ 
  • ગામમાં કોઇનું મૃત્યુ થાય તો 11 વૃક્ષો યાદગીરી માટે વાવવાનો સંકલ્પ 

Mahisagar News : આજના જમાનામાં અનેક વ્યક્તિઓ દીકરીના જન્મથી નારાજ થતાં હોય છે. જોકે  મહીસાગર જિલ્લાના બાલાસિનોરની સલીયાવડી ગ્રામપંચાયતની સરાહનિય કામગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સલીયાવડી પંચાયતનો અનોખો ઠરાવ પસાર કઆર્યો છે. જે મુજબ ગામમાં દિકરીનો જન્મ થતાં સરપંચ તરફથી પરિવારને 2100 રૂપિયાની ભેટ અપાશે. આ સાથે દિકરીના જન્મને લઇ ગામમાં 51 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરાયો છે. 

મહીસાગરના બાલાસિનોરની સલીયાવડી પંચાયતે એક અનોખો અને સરાહનિય ઠરાવ કર્યો છે. સલીયાવડી ગ્રામપંચાયત દ્વારા ગાંધીજયંતિથી લાગુ કરાયેલ આ ઠરાવની ચારેકોર ચર્ચા થઈ રહી છે. જે મુજબ ગામમાં દિકરીનો જન્મ થતાં સરપંચ તરફથી પરિવારને 2100 રૂપિયાની ભેટ અપાશે. આ સાથે દિકરીના જન્મને લઇ ગામમાં 51 વૃક્ષો વાવવાનો અને ગામમાં કોઇનું મૃત્યુ થાય તો 11 વૃક્ષો યાદગીરી માટે વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

દિકરીનો જન્મ થતાં સરપંચે આપી જન્મોત્સવ ભેટ 
બાલાસિનોરના સલીયાવડી ગામે એક પરિવારના ઘરે દીકરીનો જન્મ થયો છે. જેને લઈ હવે સલીયાવડી ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરી સરપંચ રાહુલસિંહ ઝાલા અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઘરે જઈ પરિવારેને 2100 રૂપિયા આપ્યા હતા. આ સાથે ગ્રામ પંચાયતના ઠરાવ મુજબ હવે ગામમાં કોઈ કુટુંબમાં દીકરીનો જન્મ થશે તો 51 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેથી હવે ગામમાં દીકરીનો જન્મ થતા ગ્રામ પંચાયત ના સરપંચ તરફથી 2100 રૂપિયા ભેટ આપવામા આવી તેની સામે તેના જન્મ દિવસે 51 વૃક્ષ વાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ