બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Ominous day on the first day of flight, tourists barely escaped at Delhi airport, find out what happened

BIG NEWS / ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે અપશુકન, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જાણો શું થયું

Hiralal

Last Updated: 03:23 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. સ્પાઈસજેટનું વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું હતું.

  • દિલ્હી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના
  • સ્પાઈસજેટનું વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું 
  • દુર્ઘટનમાં નુકશાનની કોઈ ખબર નહીં 

ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે અપશુકન થયા છે. સરકારે 27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે તેથી 28 માર્ચથી તમામ પ્રકારની ફ્લાઈટ શરુ થઈ રહી છે પરંતુ તે પહેલા જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. દિલ્હી એરપોર્ટ પર વધુ એક વાર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પુશઅપ દરમિયાન સ્પાઈસજેટનું એક વિમાન વીજળીના થાંભલા સાથે જોરદાર રીતે ટકરાયું હતું જેને કારણે વીજળીનો આખો થાંભલો વળી ગયો હતો. 

ઘટના બની ત્યારે આખું વિમાન પ્રવાસીઓથી ભરેલું હતું

દિલ્હી એરપોર્ટ પર આ ઘટના બની ત્યારે સ્પાઈસજેટનું આખુ વિમાન પ્રવાસીઓથી ભરેલું હતું.એવે તો સારા નસીબ કે બધા પ્રવાસીઓ બચી ગયા.જરા મોડું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. 

પુશઅપ દરમિયાન વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું 
સ્પાઈસજેટના વિમાનને જ્યારે ટર્મિનલ પરથી રનવે પર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વિમાન એટલી જોરથી થાંભલા સાથે ટકરાયું કે તેમાં બેઠેલા પ્રવાસીઓના જીવ પડીકે બંધાયા હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઊની આંચ આવી નથી.તમામ પ્રવાસીઓ સલામત છે. આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં શિફ્ટ કરી દેવાયા હતા. 

તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં લઈ જવાયા 

સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું કે આજે સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી 160 દિલ્હીથી જમ્મુ જવાની હતી. પુશબેક દરમિયાન રાઈટ વિંડની ટ્રેલિંગનો એક ખૂણો વીજળીના થાંભલા સાથે ટકરાયો હતો જેને કારણે વિમાનને નુકશાન થયું.વીજળીનો આખો થાંભલો વળી ગયો હતો. પ્રવાસીઓને બીજા વિમાનમાં બેસાડી દેવાયા હતા. 

આજથી તમામ ફ્લાઈટ રાબેતા મુજબ શરુ થઈ છે

ઉલ્લેખનીય છે કે આજથી દેશ અને વિદેશમાં તમામ ફ્લાઈટ હમેંશ મુજબ શરુ થઈ છે. પરંતુ પહેલા જ દિવસે મોટી દુર્ઘટના ટળવી એક અપશુકન સમાન છે. દિલ્હી એરપોર્ટ પર આ પહેલા પણ અનેક વાર આવી દુર્ઘટના થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ