બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / omicron variant seven day quarantine mandatory for international travelers in maharashtra rt pcr test will be done 3 times
Last Updated: 07:40 AM, 1 December 2021
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહારાષ્ટ્રમાં 7-8 દિવસ ક્વોરેન્ટાઈન ફરજિયાત
ઓમિક્રોનના ખતરાને ટાળવા માટે મહારાષ્ટ્રે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે મંગળવારે રાતે કહ્યું કે જોખમ વાળા દેશોમાંથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓને ફરજિયાત રુપથી 7-8 દિવસ સુધી સંસ્થાગત ક્વોરેન્ટાઈન રહેવું પડશે.
ADVERTISEMENT
ત્રણવાર આરટી-પીસીઆર તપાસ પણ થશે
કેન્દ્ર સરકારે જોખમવાળા દેશોની યાદીની જાહેરાત કરી છે. અપડેટેડ લિસ્ટ મુજબ જોખમ વાળા દેશોમાં યુરોપીય દેશ, બ્રિટન, દક્ષિણ આફ્રીકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યૂઝીલેન્ડ, જિમ્બામ્બ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયલ છે. સતાના દિશા નિર્દેશો અનુસાર આવા પ્રવાસીઓના રાજ્યમાં પહોંચવાના બીજા, ચોથા અને સાતમાં દિવસે આરટી-પીસીઆર તપાસ પણ થશે.
ADVERTISEMENT

જો સંક્રમિત મળ્યા તો તેમને હોસ્પિટલમાં દાખલ કરાશે
ADVERTISEMENT
તેમણે કહ્યું છે કે જો કોઈ પ્રવાસી સંક્રમિત મળે છે, તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જો તેનો રિપોર્ટ નેગેટિવ આવે છે તો પણ તેને 7 દિવસ ઘરમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે. રાજ્ય સરકારે કહ્યું કે કેન્દ્ર દ્વારા 28 નવેમ્બરે ‘ઓમિક્રોન’ને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ એડવાઈઝરી ‘ન્યૂનતમ પ્રતિબંધ’ તરીકે કામ કરશે.
મહારાષ્ટ્ર પહોંચેલા 6 પ્રવાસીઓ કોરોના સંક્રમિત મળ્યા
ADVERTISEMENT
દક્ષિણ આફ્રીકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 પ્રવાસીઓ કોરોના સંક્રમિત મળ્યા છે અને તેમના નમૂના જીનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવ્યા છે. સાર્સ સીઓવી2ના નવા સ્વરુપ ઓમીક્રોનને લઈને ઉત્પન્ન ચિંતાઓની વચ્ચે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી.

ADVERTISEMENT
સંક્રમિતોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવાની કવાયદ
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે વર્તમાનમાં 6 પ્રવાસી છે જે દક્ષિણ આફ્રીકા અથવા અન્ય હાઈ રિસ્ક વાળા દેશોથી રાજ્યમાં આવ્યા છે. જે તપાસમાં સંક્રમિત મળ્યા છે. આ તમામના નમૂના જિનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવ્યા છે અને તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવાની કવાયદ ચાલી રહી છે. આ તમામ પ્રવાસી જોકે તપાસમાં કોરોનામાં સંક્રમિત જોવા મળ્યા છે. પરંતુ આ તમામ અથવા તો લક્ષણ વગરના છે અથવા હળવા લક્ષણ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.